Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આશા ભોસલેના ૯૦માં જન્મદિવસની તૈયારીઓ શરુ, મુંબઈમાં ગ્રાન્ડ કોન્સર્ટનું આયોજન

આશા ભોસલેના ૯૦માં જન્મદિવસની તૈયારીઓ શરુ, મુંબઈમાં ગ્રાન્ડ કોન્સર્ટનું આયોજન

29 February, 2024 03:11 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Asha Bhosle Concert In Mumbai : નિરાધાર બાળકોને મદદ કરવા માટે `આશા@90: વો ફિર નહીં આતે` કોન્સર્ટ કરશે આશા ભોસલે

આશા ભોસલે પૌત્રી જનાઈ ભોસલે સાથે

આશા ભોસલે પૌત્રી જનાઈ ભોસલે સાથે


સુપ્રસિદ્ધ ભારતીય ગાયિકા જેમનો મધુર અવાજ દિલને સ્પર્શે અને હૃદય ઝૂમી ઉઠે તે છે આશા ભોસલે (Asha Bhosle)નો અવાજ. આશા ભોરલે જીવનના ૯૦માં વર્ષમાં છે. ત્યારે તેમણે જીવનના સૌથી સુંદર તબક્કાની ઉજવણી તેમના ચાહકો સાથે કરવાનું નક્કી કર્યું છે. ૯૦મા જન્મદિવસની ઉજવણીના ભાગરુપે ૯ માર્ચે `આશા@90: વો ફિર નહીં આતે` નામના ભવ્ય કોન્સર્ટનું મુંબઈ (Asha Bhosle Concert In Mumbai)માં આયોજન કર્યું છે. જેમાં તેઓ પૌત્રી જનાઈ ભોસલે (Zanai Bhosle) અને ગાયક સુદેશ ભોસલે (Sudesh Bhosle) સાથે ગીતો ગાશે.


૯૦ વર્ષની ઉંમરે આશા તાઈની તાકાત જોવા જેવી છે. તેમના શરીરમાં જે સંગીત પ્રત્યે જે ઉત્સાહ અને તે તેમની નસોમાં સંગીત પ્રત્યેના જુસ્સાને ક્યારેય થાકવા ​​દેતો નથી. ઉંમરને સાંકળે રાખીને સદાબહાર ગાયિકા આશા ભોસલે તેમના ચાહકો માટે સંગીતનો એક મેળો લઈને આવ્યા છે. ૯૦મા જન્મદિવસની ઉજવણીના ભાગરુપે આશા ભોસલે મુંબઈમાં એક ભવ્ય કોન્સર્ટ કરવાના છે. તાજેતરમાં જ આ કોન્સર્ટની પ્રેસ કોન્ફરન્સમાં આશા ભોસલેએ તેમની પૌત્રી જનાઈ ભોસલે અને ગાયક સુદેશ ભોસલે સાથે જોવા મળ્યા હતા અને કોન્સર્ટની જાહેરાત પણ કરી હતી.



૯ માર્ચ, ૨૦૨૪ના રોજ મુંબઈના જિયો ગાર્ડન ખાતે સાંજે સાત વાગ્યાથી આયોજિત કોન્સર્ટ `આશા@90: વો ફિર નહીં આતે` આશા ભોસલેનો સૌથી મોટો મ્યુઝિકલ કોન્સર્ટ હશે જે સંગીત જગતની વિશાળ ગાથા રજૂ કરશે. જ્યાં બોલિવૂડના ક્લાસિકલ હિટ, ગઝલો અને સદાબહાર ગીતો ગાશે. આ કોન્સર્ટમાં આશા ભોસલેના એવા ગીતો હશે જે સદાબહાર અને લોકપ્રિય છે. ગાયક સુદેશ ભોસલે પણ આ અનોખી સંગીત સંધ્યામાં આશા ભોંસલેની સાથે રહેશે. પૌત્રી જનાઈ ભોસલે દાદી આશા ભોસલેને શાસ્ત્રીય નૃત્યની ભેટ રજૂ કરશે.


આશા ભોસલેના કોન્સર્ટ `આશા@90: વો ફિર નહીં આતે`ના આયોજક વિશાલ ગરગોટેએ કહ્યું કે, ‘આશા તાઈના આ મંત્રમુગ્ધ કોન્સર્ટ માટે અમે અમારા ઉત્સાહને નિયંત્રિત કરવામાં અસમર્થ છીએ. અમે આ કોન્સર્ટ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ કોન્સર્ટના નફાનો મોટો હિસ્સો બાળ વિકાસ અને સેવાભાવી સંસ્થાઓને દાનમાં આપવામાં આવશે. ટ્રસ્ટમાં જશે જ્યાં તેનો ઉપયોગ અનાથ બાળકો, લાચાર અને શારીરિક રીતે વિકલાંગ બાળકો અને નિરાધાર વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે કરવામાં આવશે.’

૮૦ વર્ષની નોંધપાત્ર કારકિર્દી અને વિવિધ ભાષાઓમાં લગભગ ૧૨,૦૦૦ ગીતો સાથે, ભારતીય સંગીતમાં આશા ભોસલેનું યોગદાન અજોડ છે. તેમનું પ્રથમ ગીત, માત્ર દસ વર્ષની નાની ઉંમરે રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તેરની સંગીતની સફરમાં `પિયા તુ અબ તો આજા` અને `દિલ ચીઝ ક્યા હૈ` જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉંમરને અવાજ સાથે કોઈ જ સંબંધ નથી તે આશા ભોસલે પુરવાર કરે છે. આ ઇન્ડસ્ટ્રીમાં આઠ દાયકાની સફર પુર્ણ કરનાર આશા ભોસલે સતત ૧૮ ગીતો ગાવાની ક્ષમતા ધરાવે છે. આ અવાજને ખરેખર સો-સો સલામ કરવા જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

29 February, 2024 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK