Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂર બહુ સંસ્કારી છે અને તે બહુ સારો રામ સાબિત થશે

રણબીર કપૂર બહુ સંસ્કારી છે અને તે બહુ સારો રામ સાબિત થશે

Published : 11 April, 2026 03:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામાયણ સિરિયલમાં ભગવાન શ્રી રામનો રોલ ભજવીને ભારે લોકપ્રિયતા મેળવનાર અરુણ ગોવિલે પોતાનો મત વ્યક્ત કર્યો, રણબીર કપૂર આ દિવસોમાં નિર્દેશક નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને ભારે ચર્ચામાં છે.

રણબીર કપૂર બહુ સંસ્કારી છે અને તે બહુ સારો રામ સાબિત થશે

રણબીર કપૂર બહુ સંસ્કારી છે અને તે બહુ સારો રામ સાબિત થશે


રણબીર કપૂર આ દિવસોમાં નિર્દેશક નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને ભારે ચર્ચામાં છે. બે ભાગમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં જોવા મળશે. ફિલ્મને લઈને દર્શકોમાં મોટી અપેક્ષાઓ પણ છે. હાલમાં ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યા બાદ રણબીર કપૂરની સ્ક્રીન-પ્રેઝન્સ વિશે આખા દેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને એને મિક્સ ફીડબૅક મળ્યો છે. હવે રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલમાં રામનો રોલ ભજવીને ભારે લોકપ્રિયતા મેળવનાર અરુણ ગોવિલે જાહેરમાં રણબીર કપૂરની પ્રશંસા કરી છે.
રણબીર વિશેની પોતાની લાગણી વ્યક્ત કરતાં અરુણ ગોવિલે કહ્યું હતું કે ‘રણબીર ખૂબ સારો ઍક્ટર છે. તે ખૂબ મહેનત કરે છે અને ખૂબ સંસ્કારી છે. મેં ઘણી વખત જોયું છે કે તેનામાં નૈતિક મૂલ્યોની સારી સમજ છે. એથી મને વિશ્વાસ છે કે તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપશે. રણબીરનાં મજબૂત મૂલ્યો અને પ્રતિબદ્ધતા તેને આ પાત્ર સાથે ન્યાય કરવા મદદ કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK