Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્મશાનના કર્મચારીઓનો અનોખો વિરોધ, ઠાઠડી પર સૂઈ ગયા

સ્મશાનના કર્મચારીઓનો અનોખો વિરોધ, ઠાઠડી પર સૂઈ ગયા

Published : 11 April, 2026 11:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩ મહિનાથી પગાર નથી મળ્યો એટલે અનોખું આંદોલન કર્યું મીરા-ભાઈંદરના સ્મશાનના કર્મચારીઓએ

મીરા રોડની સ્મશાનભૂમિમાં થયેલું વિરોધ-પ્રદર્શન

મીરા રોડની સ્મશાનભૂમિમાં થયેલું વિરોધ-પ્રદર્શન


મીરા-ભાઈંદરમાં આવેલા મીરા ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ની ૧૬ સ્મશાનભૂમિમાં કામ કરતા કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર ન મળતાં ગુરુવારે સાંજે તેમણે મીરા રોડમાં જૉગર્સ પાર્ક નજીક આવેલી મીરા રોડ સ્મશાનભૂમિમાં પોતાની પ્રતીકાત્મક અંતિમવિધિ કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાથી MBMCના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. ગઈ કાલે કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ કરી તેમના બાકી રહેલા પગાર આપવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓએ ગુરુવારે સાંજે પ્રતીકાત્મક રીતે ઠાઠડી પર સૂઈ જઈને MBMC વિરુદ્ધ આંદોલન કર્યું હતું. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો જેને કારણે સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે.

સ્મશાનભૂમિની ફક્ત દેખરેખ જ નથી રાખતા પણ અંતિમવિધિ માટે આવનારા લોકોને જરૂરી માર્ગદર્શન અને સહાય પણ અમે પૂરાં પાડીએ છીએ એમ જણાવતાં મીરા રોડની સ્મશાનભૂમિમાં કાર્યરત એક કર્મચારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘MBMCની ૧૬ સ્મશાનભૂમિમાં કેટલાક કર્મચારીઓ ઑફિશ્યલ પેરોલ પર નિયુક્ત છે, પરંતુ મોટા ભાગના કર્મચારીઓ કૉન્ટ્રૅક્ટ-પદ્ધતિથી કામ કરે છે. છેલ્લા બે મહિનાથી સંબંધિત કૉન્ટ્રૅક્ટરે પગાર ચૂકવ્યો નથી એને કારણે આશરે ૩૨ કર્મચારીઓ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. રોજિંદા ખર્ચ માટે મુશ્કેલી ઊભી થઈ છે અને પરિવાર પર આર્થિક બોજ વધ્યો છે. વારંવાર રજૂઆત કર્યા છતાં કૉન્ટ્રૅક્ટર તથા MBMC તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નહોતો એટલે અમે ગુરુવારે મીરા રોડ ખાતે જૉગર્સ પાર્ક નજીક આવેલી સ્મશાનભૂમિમાં ભેગા થઈને વિરોધ દર્શાવ્યો હતો. અમારા વિરોધ બાદ MBMCના આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્મશાનભૂમિમાં આવીને અમારી સાથે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં બાકી નીકળતો પગાર ચૂકવવામાં આવશે એ‍વું આશ્વાસન આપ્યું છે. જો વચન મુજબ પગાર નહીં મળે તો અમે વધુ ઉગ્ર આંદોલન કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK