આમિર ખાન હાલમાં તેના પ્રોડક્શન-હાઉસના બૅનરમાં બનેલી દીકરા જુનૈદ ખાનની પહેલી મેએ રિલીઝ થનારી ફિલ્મ ‘એક દિન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સાઈ પલ્લવી અને જુનૈદ ખાન અભિનિત આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો રિલીઝ થઈ ગયાં છે.
આમિર ખાન સાથે મન્સૂર ખાન
આમિર ખાન હાલમાં તેના પ્રોડક્શન-હાઉસના બૅનરમાં બનેલી દીકરા જુનૈદ ખાનની પહેલી મેએ રિલીઝ થનારી ફિલ્મ ‘એક દિન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સાઈ પલ્લવી અને જુનૈદ ખાન અભિનિત આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો રિલીઝ થઈ ગયાં છે. હવે જુનૈદની ‘એક દિન’ અને તેના પિતા આમિરની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ વચ્ચે એક કનેક્શન હોવાની ખબર પડી છે.
હકીકતમાં ‘એક દિન’ પણ લવસ્ટોરી છે અને એ પહેલી મેએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જ્યારે આમિર ખાનની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ પણ ૧૯૮૮ના આ જ અઠવાડિયામાં ૨૯ એપ્રિલે રિલીઝ થઈ હતી. આમિરની પહેલી ફિલ્મનું ડિરેક્શન મન્સૂર ખાને કર્યું હતું અને હવે મન્સૂર ખાન ‘એક દિન’માં પ્રોડ્યુસર તરીકે જોડાયો છે.
