અરિજિત સિંહ જે ફિલ્મથી ડિરેક્ટર તરીકે કરીઅરની શરૂઆત કરી રહ્યો છે એની વાર્તા ઘણા સમયથી તેમના મનમાં હતી
અરિજિત સિંહ
નવા વર્ષની શરૂઆત સાથે ગાયક અરિજિત સિંહે પ્લેબૅક સિન્ગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. એ સમયે રિપોર્ટ હતા કે અરિજિત હવે ડિરેક્ટર બનવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.
હવે માહિતી મળી છે કે અરિજિતે ડિરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મનું લંડનમાં શૂટિંગ શરૂ કરી દીધું છે અને આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની દીકરી શોરા સિદ્દીકી મહત્ત્વનો રોલ ભજવી રહી છે.
ADVERTISEMENT
અરિજિત સિંહ જે ફિલ્મથી ડિરેક્ટર તરીકે કરીઅરની શરૂઆત કરી રહ્યો છે એની વાર્તા ઘણા સમયથી તેમના મનમાં હતી. આ કારણે અરિજિતે નક્કી કર્યું કે આ વાર્તા પર તે જાતે ફિલ્મ ડિરેક્ટ કરશે અને પ્રોડ્યુસ પણ કરશે જેથી કોઈ બાહ્ય હસ્તક્ષેપ વગર પોતાની કલ્પના મુજબ ફિલ્મ બનાવી શકે. આ ફિલ્મની વાર્તા અલગ-અલગ વર્ગ અને પૃષ્ઠભૂમિમાંથી આવતા ત્રણ કિશોરોના જીવનને કેન્દ્રમાં રાખીને આગળ વધે છે. આ ત્રણમાંથી એક છોકરીની ભૂમિકા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની દીકરી શોરા સિદ્દીકી નિભાવી રહી છે.
