જુનિયર NTR હાલમાં હૃતિક રોશન સાથેની ફિલ્મ ‘વૉર 2’નું શૂટિંગ મુંબઈમાં કરી રહ્યો છે.
અનુપમ ખેર , જુનિયર NTR
અનુપમ ખેર અને જુનિયર NTRની મંગળવારે મુલાકાત થઈ હતી. જુનિયર NTR મજબૂતીથી આગળ વધતો રહે એવી અનુપમ ખેરે ઇચ્છા વ્યક્ત કરી હતી. જુનિયર NTR હાલમાં હૃતિક રોશન સાથેની ફિલ્મ ‘વૉર 2’નું શૂટિંગ મુંબઈમાં કરી રહ્યો છે. જુનિયર NTR સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી, ‘મારી ફેવરિટ વ્યક્તિ અને ઍક્ટર જુનિયર NTRને મળીને આનંદ થયો. તેનું કામ મને પસંદ છે. આશા છે કે તે મજબૂતાઈથી સતત આગળ વધતો રહે. જય હો.’

