ફિલ્મ પિતા-પુત્રના સંબંધ પર આધારિત છે અને એ ૨૦૨૪ની ૨૦ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી
‘વનવાસ’ ફિલ્મનું પોસ્ટર
અનિલ શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફૅમિલી-ડ્રામા ફિલ્મ ‘વનવાસ’ ૧૪ માર્ચે એટલે કે ધુળેટીથી ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ ઝી5 પર જોઈ શકાશે. આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધ પર આધારિત છે અને એ ૨૦૨૪ની ૨૦ ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી. હવે એની OTT રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મને થિયેટરમાં તો સફળતા નહોતી મળી, પણ આશા છે કે OTT પર એ દર્શકોને પસંદ પડશે. આ સામાજિક ફિલ્મમાં નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા તેમ જ સિમરત કૌર મુખ્ય ભૂમિકામાં છે.

