Vanvaas OTT Release: અભિનેતા નાના પાટેકરે ફિલ્મ ‘વનવાસ’ પર પોતાના વિચારો જણાવતાં કહ્યું, “કેટલીક વાર્તાઓ ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે, જ્યારે કેટલીક વાર્તાઓ આપણને પ્રતિબિંબિત કરવા અને આપણા મનમાં રહેવા માટે મજબૂર કરે છે, `વનવાસ` એવી ફિલ્મ છે.
નાના પાટેકર અને ઉત્કર્ષ શર્મા ફિલ્મ `વનવાસ`માં
ZEE5 પર 14 માર્ચના રોજ ઈમોશનલ ડ્રામા ફિલ્મ ‘વનવાસ’ને દુનિયાયભરના દર્શકો માટે રિલીઝ થવા જઈ રહી છે. ZEE સ્ટુડિયો અને અનિલ શર્મા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં નાના પાટેકર, ઉત્કર્ષ શર્મા, સિમરથ અને રાજપાલ યાદવ સ્ટાર કાસ્ટમાં છે. આ ફિલ્મ ખોવાયેલા પ્રેમ અને બંધનો ફરીથી શોધવાની સુંદર વાર્તા સાથે હૃદયના તારને ખેંચે છે. "રક્ત તમને છોડી શકે છે, પરંતુ ભાગ્ય પરિવાર આપવાનો માર્ગ શોધે છે," અને બરાબર એ જ વાત થાય છે જ્યારે વારાણસીમાં એક ડિમેન્શિયાથી પીડિત પિતાને તેના પુત્રો દ્વારા ક્રૂરતાથી ત્યજી દેવામાં આવે છે, અને તે એક ચોર સાથે પોતાની જર્નીમાં આગળ વધારે છે. સ્ટોરી એક સ્વાર્થી ચાલ શરૂ થાય છે ત્યારે તે મુક્તિની અસાધારણ યાત્રામાં ફેરવાય છે, જે સાબિત કરે છે કે તૂટેલી આત્માઓ પણ અસાધારણ સ્થળોએ ઉપાય શોધી શકે છે. હોળીના અવસરે વનવાસ 14 માર્ચે ફક્ત ZEE5 પર પ્રીમિયર થવા જઈ રહી છે, જે દર્શકોને લાગણીઓમાં ડૂબાડી દેશે.
આધુનિક રામાયણ પર એક તાજો અનુભવ, વનવાસની સ્ટોરી એક પિતાની આસપાસ ફરે છે જેને તેના પુત્રો વારાણસીના ઘાટ પર ત્યજી દે છે. ડિમેન્શિયાથી પીડિત દીપક (નાના પાટેકર) માને છે કે તેના બાળકો ખોવાઈ ગયા છે અને તેમને શોધવા માટે નીકળી પડે છે. તે વીરુ (ઉત્કર્ષ શર્મા) સાથે તેમની જર્નીને આગળ વધારે છે, જે એક ચાલાક ચોર હોય છે. જે શરૂઆતમાં દીપકને એક સરળ ટાર્ગેટ તરીકે જુએ છે, પરંતુ જેમ જેમ તેમની સફર આગળ વધે છે, દીપકની નિર્દોષતા વીરુના અંદર એવી ઊંડે સુધી પહોંચે છે, જે તેને પોતાના અંતરાત્માનો સામનો કરવા મજબૂર કરે છે. જ્યારે સત્ય ફરી સામે આવે છે, ત્યારે શું વીરુ ત્યાંથી ચાલ્યો જશે કે અજાણતાંએ તેનો માર્ગદર્શક બની ગયેલી વ્યક્તિ માટે લડશે?
ADVERTISEMENT
વનવાસ જટિલ કૌટુંબિક ગતિશીલતાઓનું અન્વેષણ કરે છે અને ફરજ, સન્માન અને ભાવનાત્મક બંધનો પર એક નવો દ્રષ્ટિકોણ આપે છે. આ ફિલ્મ ૧૪ માર્ચથી ZEE5 પર પ્રીમિયર માટે તૈયાર છે. દિગ્દર્શક અનિલ શર્માએ વનવાસ માટે પોતાનું વિઝન શૅર કરતા કહ્યું, “એક ફિલ્મ નિર્માતા તરીકે, કેટલીક વાર્તાઓ ફક્ત સ્ક્રિપ્ટ તરીકે નહીં પરંતુ લાગણીઓ તરીકે આવે છે જે જીવનમાં આવવાની રાહ જુએ છે. વનવાસ એક કાચી, વાસ્તવિક અને ઊંડાણપૂર્વક સ્પર્શતી વાર્તા છે. નાના પાટેકરને ડિરેક્ટ કરવાનું સ્વપ્ન હતું - ફક્ત પાત્ર ભજવવાને બદલે તેને જીવવાની તેમની ક્ષમતા તેમને લેજન્ડ બનાવે છે. ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર અને રાજપાલ યાદવે તેમના પાત્રોમાં અવિશ્વસનીય દેપ્થ અને પ્રામાણિકતા લાવી, આ ફિલ્મને ખરેખર ખાસ બનાવી. આ ફિલ્મને થિયેટરોમાં મળેલો પ્રેમ અપેક્ષાઓ કરતાં વધુ હતો, અને હવે, ZEE5 વનવાસને લોકોના ઘરો સુધી પહોંચશે, તે મને રોમાંચિત કરે છે કે વધુ લોકો તેનો જાદુ અનુભવશે. આ હોળીમાં, હું વચન આપું છું - તે ફક્ત રંગો જ નહીં વનવાસ પણ હશે જે તમારા હૃદયને સ્પર્શ કરશે,.”
પીઢ અભિનેતા નાના પાટેકરે ફિલ્મ ‘વનવાસ’ પર પોતાના વિચારો જણાવતાં કહ્યું, “કેટલીક વાર્તાઓ ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે, જ્યારે કેટલીક વાર્તાઓ આપણને પ્રતિબિંબિત કરવા અને આપણા મનમાં રહેવા માટે મજબૂર કરે છે, `વનવાસ` એક એવી જ ફિલ્મ છે. તે ખૂબ જ વ્યક્તિગત લાગે છે. તે એક એવી વાર્તા કહે છે જે આપણા સમાજના વિવિધ ખૂણાઓમાં દરરોજ પ્રગટે છે. જ્યારે મેં પહેલી વાર સ્ક્રિપ્ટ સાંભળી, ત્યારે તે તરત જ મારા મનમાં વસી ગઈ કારણ કે તેમાં તે સત્યને સંબોધવામાં આવ્યું હતું જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ. થિયેટરોમાં પ્રતિસાદ ખૂબ જ સકારાત્મક હતો, અને મને ખરેખર આશા છે કે આ પ્રેમ ચાલુ રહેશે કારણ કે ફિલ્મ ZEE5 પર વધુ પ્રેક્ષકો સુધી પહોંચે છે."
ઉત્કર્ષ શર્મા (વીરુ) એ કહ્યું, "વીરુ ફક્ત એક ચોર નથી; તે એક એવો વ્યક્તિ છે જે પોતાની જાતને ખોવાઈ ગયો છે, એવી દુનિયામાં અર્થ શોધે છે જેને કોઈ પરવા નથી. દીપકજી સાથેનો તેમનો સંબંધ તેમને એવી રીતે બદલી નાખે છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તેમની સાથેની સફર તેમના બન્નેના જીવનને કેવી રીતે ફરીથી વ્યાખ્યાયિત કરે છે તેમાં એક સૂક્ષ્મ સુંદરતા છે. તે મુક્તિની વાર્તા છે, અને એક અભિનેતા તરીકે, હું આવી ભાવનાત્મક અને આત્માને ઉત્તેજિત કરતી વાર્તાનો ભાગ બનવાનો લહાવો અનુભવું છું. થિયેટરોનો પ્રતિસાદ જબરદસ્ત રહ્યો છે, અને હવે, દુનિયાને ZEE5 પર આ વાર્તા જોવા મળી રહી છે, ત્યારે હું પ્રેક્ષકો પરિવર્તન અને આશાની આ અદ્ભુત સફર જોવા માટે ઉત્સાહિત છું!"
સિમરથ (મીના) એ જણાવ્યું હતું કે, "વનવાસમાં મીનાની ભૂમિકા ભલે મોટી ન હોય, પરંતુ તેનું પાત્ર વાર્તાના ભાવનાત્મક સાર માટે મહત્ત્વપૂર્ણ હતું. આ ફિલ્મ ત્યાગ, સંભાળ અને માનવ બૉન્ડનું શક્તિશાળી અન્વેષણ છે, અને તેની હાજરી, ભલે ગમે તેટલી ટૂંકી હોય, વાર્તામાં સ્તરો ઉમેરે છે. આ એક એવી ફિલ્મ છે જે ક્રેડિટ રોલ કર્યા પછી પણ તમારા હૃદયને સ્પર્શે છે, અને મને આશા છે કે જ્યારે તે ZEE5 પર પ્રીમિયર થાય છે ત્યારે તે દરેક જગ્યાએ દર્શકો સાથે પડઘો પાડશે."

