Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર : ધ રિવેન્જમાં કામ કરવાની ના પાડવી પડી એ મારું મોટું નુકસાન

ધુરંધર : ધ રિવેન્જમાં કામ કરવાની ના પાડવી પડી એ મારું મોટું નુકસાન

Published : 15 March, 2026 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનિલ કપૂરે સ્પષ્ટતા કરી કે મારે આ ઑફર નકારવી પડી કારણ કે એ જ તારીખોમાં હું પહેલેથી જ બીજી એક ફિલ્મ માટે કમિટમેન્ટ આપી ચૂક્યો હતો

અનિલ કપૂર

અનિલ કપૂર


ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ આ સમયે ભારતની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક બની ગઈ છે. આ ફિલ્મ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ડિરેક્ટર આદિત્ય ધરની રણવીર સિંહ અભિનીત આ સીક્વલ ફિલ્મમાં એની ઓરિજિનલ સ્ટારકાસ્ટ ફરીથી પોતાનાં જૂનાં પાત્રોમાં જોવા મળશે. સાથે જ કેટલાક નવા ચહેરાઓ પણ ફિલ્મમાં જોવા મળશે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે સીક્વલમાં અનિલ કપૂર પણ જોવા મળશે. જોકે હવે અનિલે જ સ્પષ્ટતા કરીને આ ચર્ચાની હકીકત જણાવી છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’માં તેને ઑફર થયેલા રોલ વિશે વાત કરતાં અનિલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘આદિત્ય ધર મારી પાસે ‘ધુરંધર : ધ રિવેન્જ’ માટે આવ્યો હતો. તે ઇચ્છતો હતો કે હું ફિલ્મમાં નાનો રોલ કરું. મારે આ ઑફર નકારવી પડી કારણ કે એ જ તારીખોમાં હું પહેલેથી જ બીજી એક ફિલ્મ માટે કમિટમેન્ટ આપી ચૂક્યો હતો.’ પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં અનિલે કહ્યું કે ‘હું આજે જે કંઈ છું એ મારા પ્રોફેશનલિઝમ અને કમિટમેન્ટના કારણે છું. માત્ર ટૅલન્ટથી બધું મળતું નથી. એ દિવસો મેં પહેલેથી જ બીજા ફિલ્મમેકર માટે બુક કરી દીધા હતા. મેં આદિત્યને કહ્યું કે મને આ કૅમિયો કરવો ગમ્યો હોત, પરંતુ એ દિવસોમાં હું પહેલેથી જ કમિટેડ છું. હવે તેઓ ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે. આ એક શાનદાર ફિલ્મ છે અને એમાં કામ કરવાની તક ગુમાવવી એ મારું નુકસાન છે, પરંતુ કોઈ વાંધો નથી. ઓછામાં ઓછું મારા મનમાં એ સંતોષ છે કે મેં મારાં કમિટમેન્ટ્સનું માન રાખ્યું.’


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK