જૅકી શ્રોફની ૬૮મી વર્ષગાંઠ પર અનિલ કપૂરે કહ્યું...
ગઈ કાલે જૅકી શ્રોફના બર્થ-ડે પર અનિલ ક્પૂરે સોશ્યલ મીડિયા પર મસ્ત પોસ્ટ શૅર કરી
ગઈ કાલે જૅકી શ્રોફના બર્થ-ડે પર અનિલ ક્પૂરે સોશ્યલ મીડિયા પર મસ્ત પોસ્ટ શૅર કરી હતી. અનિલ અને જૅકીએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અનિલે જૅકી સાથેના પોતાના કેટલાક ફોટોનો સમૂહ શૅર કરીને લખ્યું : મારા મનમાં એ વાતે કોઈ બેમત નથી કે ગયા જન્મમાં આપણે ભાઈઓ હોઈશું અને આશા રાખું છું કે આવતા જન્મમાં પણ આપણે ભાઈઓ હોઈશું. આપણા વચ્ચે હંમેશાં સ્પેશ્યલ કનેક્શન રહ્યું છે.

