તે બન્ને ડિનર કરીને ઘરે પાછી ફરી રહી હતી. એ જ વખતે તેમને મ્યુઝિકનો અવાજ સંભળાયો અને સારા તરત લોકોની વચ્ચે જઈને ડાન્સ કરવા લાગી હતી.
સારા અલી ખાન
અનન્યા પાંડેએ તેની બેસ્ટ ફ્રેન્ડ સારા અલી ખાન સાથે જોડાયેલો એક મજેદાર કિસ્સો યાદ કર્યો છે. તે બન્ને ડિનર કરીને ઘરે પાછી ફરી રહી હતી. એ જ વખતે તેમને મ્યુઝિકનો અવાજ સંભળાયો અને સારા તરત લોકોની વચ્ચે જઈને ડાન્સ કરવા લાગી હતી. ગયા વર્ષની એ ઘટનાને યાદ કરતાં અનન્યાએ કહ્યું કે ‘અમે બન્ને સાથે ડિનર કરવા ગયાં હતાં અને ચાલી રહ્યાં હતાં. એ જ વખતે લગ્નની પાર્ટી ચાલી રહી હતી. અમને હિન્દી મ્યુઝિકનો અવાજ સંભળાયો. સારાએ કહ્યું કે હું તો ત્યાં તેમની સાથે જઈને ડાન્સ કરવાની છું. સારા ડાન્સ ફ્લોર પર પહોંચી ગઈ અને અંકલ્સ સાથે ડાન્સ કરવા લાગી. બાદમાં મારે તેને ખેંચીને બહાર લાવવી પડી હતી.’


