અનન્યા પાંડેએ સપ્તાહની શરૂઆત ભગવાન શિવના આશીર્વાદથી કરી છે. સોમવારે તેણે એક શિવ મંદિરમાં જઈને પ્રાર્થના કરી અને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ ભક્તિમય ક્ષણોના ફોટો શૅર કર્યા છે.
અનન્યા પાંડેએ સપ્તાહની શરૂઆત કરી ભગવાન શિવના આશીર્વાદથી
અનન્યા પાંડેએ સપ્તાહની શરૂઆત ભગવાન શિવના આશીર્વાદથી કરી છે. સોમવારે તેણે એક શિવ મંદિરમાં જઈને પ્રાર્થના કરી અને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ ભક્તિમય ક્ષણોના ફોટો શૅર કર્યા છે. આ તસવીરમાં અનન્યાએ સાદાં સલવાર-કમીઝ પહેર્યાં છે અને મેકઅપ વગરનો લુક રાખ્યો હતો. આ સમયે અનન્યાના વાળ બનમાં બાંધેલા હતા. એક તસવીરમાં અનન્યાએ તેના કપાળમાં ચંદન લગાવેલું છે. અનન્યાએ આ તસવીરમાં કૅપ્શન લખી છે કે હર હર મહાદેવ, હૅપીએસ્ટ મન્ડે.
