અમિતાભની આ પોસ્ટ પર ‘ધડક 2’નાં નિર્માતા મીનુ અરોરાએ આભાર વ્યક્ત કરતાં લખ્યું, ‘તમારા આશીર્વાદ અને સમર્થન મારા અને અમારા બધા માટે ખૂબ મહત્ત્વ રાખે છે. ધન્યવાદ સર.’
અમિતાભ બચ્ચન
સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘ધડક 2’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે અને સોશ્યલ મીડિયા પર એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે અમિતાભે પોતાના સોશ્યલ મીડિયા પર ‘ધડક 2’નું સત્તાવાર ટ્રેલર શૅર કરતાં એની પ્રશંસા કરી છે અને સાથે કૅપ્શનમાં લખ્યું, ‘બધાને શુભેચ્છાઓ...’
અમિતાભની આ પોસ્ટ પર ‘ધડક 2’નાં નિર્માતા મીનુ અરોરાએ આભાર વ્યક્ત કરતાં લખ્યું, ‘તમારા આશીર્વાદ અને સમર્થન મારા અને અમારા બધા માટે ખૂબ મહત્ત્વ રાખે છે. ધન્યવાદ સર.’