અભિષેકની જન્મ સમયની આ તસવીરમાં અમિતાભે કૅઝ્યુઅલ સ્ટ્રાઇપ્ડ સ્વેટર અને ટ્રાઉઝર્સ પહેર્યાં છે
પ્રતીકાત્મક તસવીર
અભિષેક બચ્ચનની ગઈ કાલે ૪૯મી વર્ષગાંઠ હતી ત્યારે અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર ૧૯૭૬ની દીકરા અભિષેકના જન્મ સમયની રૅર તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં અમિતાભ મૅટરનિટી વૉર્ડમાં ઊભા છે. આ તસવીરમાં નવજાત શિશુ અભિષેક ઇનક્યુબેટરમાં કપડામાં વીંટળાઈને સૂતો છે, જ્યારે કેટલીક નર્સ નવજાત માટેના ઇન્ક્યુબેટરને ઘેરીને ઊભેલી દેખાય છે. અભિષેકની જન્મ સમયની આ તસવીરમાં અમિતાભે કૅઝ્યુઅલ સ્ટ્રાઇપ્ડ સ્વેટર અને ટ્રાઉઝર્સ પહેર્યાં છે અને તે નવજાત અભિષેક તરફ ઝૂકીને તેને નજીકથી પ્રેમથી નિહાળતા જોવા મળે છે.


