બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ૮૨ વર્ષની વયે પણ સતત કામ કરી રહ્યા છે. તેઓ ફિલ્મોમાં સંપૂર્ણ રીતે સક્રિય છે અને આ સિવાય ઍડ્સ અને ટીવી-શોમાં પણ નિયમિત દેખાય છે. અમિતાભ સોશ્યલ મીડિયા અને બ્લૉગ્સમાં પણ સારાએવા ઍક્ટિવ રહે છે.
અમિતાભ બચ્ચન
બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ૮૨ વર્ષની વયે પણ સતત કામ કરી રહ્યા છે. તેઓ ફિલ્મોમાં સંપૂર્ણ રીતે સક્રિય છે અને આ સિવાય ઍડ્સ અને ટીવી-શોમાં પણ નિયમિત દેખાય છે. અમિતાભ સોશ્યલ મીડિયા અને બ્લૉગ્સમાં પણ સારાએવા ઍક્ટિવ રહે છે અને પોતાના કામ તેમ જ દિનચર્યા વિશે ફૅન્સને અપડેટ આપતા રહે છે. હાલમાં બિગ બીએ પોતાના બ્લૉગ પર તમામ બીમારીઓના રામબાણ ઇલાજ વિશે જણાવ્યું છે. અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું છે :‘કામ જ તમામ બીમારીઓનો ઇલાજ છે. મેં આ ઉપાય અજમાવ્યો છે.’
અમિતાભ માને છે કે હંમેશાં કામ કરતા રહેવાથી તમે બધી બીમારીઓને દૂર રાખી શકો છો.

