અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં લખ્યું છે કે વ્યસ્તતા તેમને પ્રેરણા આપે છે
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગની લેટેસ્ટ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તેઓ જેટલું શક્ય હોય એટલું વધુ કામ કરતા રહેશે, કારણ કે કામમાં વ્યસ્ત રહેવું તેમના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું છે કે ‘જ્યારે કોઈ વ્યકિત કામમાં વ્યસ્ત રહે છે ત્યારે તેની લાગણી, મન અને મગજ સક્રિય રહે છે અને જ્યારે કામ નથી હોતું ત્યારે નકારાત્મક લાગણીઓ આવે છે એટલે કામ, કામ, કામ; જેટલું શક્ય હોય એટલું કરીશ.’
૮૩ વર્ષના અમિતાભે જણાવ્યું કે તેઓ લાંબા સમયથી ફિલ્મી-સફરમાં જોડાયેલા છે અને હજી પણ વિવિધ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તેમણે પોતાના બ્લૉગ પર જણાવ્યું કે તેઓ મીટિંગ્સ અને કામ સાથે વ્યસ્ત રહેવાને મહત્ત્વ આપે છે અને આ વ્યસ્તતા તેમને પ્રેરણા આપે છે. તેમનું માનવું છે કે તેઓ ત્યાં સુધી કામ કરશે જ્યાં સુધી તેઓ સક્ષમ રહેશે અને તેમનું મન કામ માટે ઉત્સાહિત રહેશે.


