Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ખેલ ખેલ મેં’નું લંડનમાં સ્ટાર્ટ-ટુ-ફિનિશ શૂટિંગ કરશે અક્ષયકુમાર

‘ખેલ ખેલ મેં’નું લંડનમાં સ્ટાર્ટ-ટુ-ફિનિશ શૂટિંગ કરશે અક્ષયકુમાર

09 March, 2023 03:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિરેક્ટર મુદસ્સર અઝીઝની આ ફિલ્મ કૉમેડી છે

અક્ષય કુમાર

અક્ષય કુમાર


અક્ષયકુમાર એપ્રિલમાં લંડનમાં ‘ખેલ ખેલ મેં’નું સ્ટાર્ટ-ટુ-ફિનિશ શૂટિંગ શરૂ કરવાનો છે. ડિરેક્ટર મુદસ્સર અઝીઝની આ ફિલ્મ કૉમેડી છે. અક્ષયકુમાર પાસે અનેક ફિલ્મો છે. હાલમાં તો તે ‘બડે મિયાં છોટે મિયાં’નું શૂટિંગ ૧૫ એપ્રિલ સુધી પૂરું કરવાનો છે અને એની તરત બાદ તે ‘ખેલ ખેલ મેં’નું શૂટિંગ શરૂ કરશે. લંડનમાં એક મહિનાનું શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મ પૂરી કર્યા બાદ તે દિનેશ વિજનની ‘સ્કાય ફોર્સ’નું શૂટિંગ જુલાઈ સુધી કરવાનો છે. આ ફિલ્મ બાદ તે ‘હેરા ફેરી 4’નું શૂટિંગ શરૂ કરશે. આ તમામ ફિલ્મો સિવાય તેની પાસે ‘ઓહ માય ગૉડ 2’ અને ‘કૅપ્સુલ ગિલ’ ફિલ્મો છે. એથી કહી શકાય કે આ વર્ષ અક્ષયકુમાર માટે ખૂબ બિઝી રહેવાનું છે. ‘ખેલ ખેલ મેં’માં અક્ષયકુમારની સાથે અન્ય કયા કલાકારો હશે એ જાણવા નથી મળ્યું. 


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK