જગતનો સૌથી લોકપ્રિય ટીવી ગેમ-શો વ્હીલ ઑફ ફૉર્ચ્યુન ભારતમાં આવી રહ્યો છે, અક્ષય કુમાર બનશે હોસ્ટ, ૬ જાન્યુઆરી ૧૯૭૫, અમેરિકામાં આ તારીખે શરૂ થયેલો આ શો નૉનસ્ટૉપ ચાલી રહ્યો છે.
અક્ષય કુમાર બનશે હોસ્ટ
અમેરિકાનો વિખ્યાત ગેમ-શો ‘વ્હીલ ઑફ ફોર્ચ્યુન’ હવે ભારતમાં આવી રહ્યો છે અને અક્ષયકુમાર આ શોનું સંચાલન કરશે. આ શો સોની ટીવી અને સોની લિવ પર પ્રસારિત થશે. આ શોથી અક્ષય કુમાર ટીવી પર હોસ્ટ તરીકે કમબૅક કરશે. આ પહેલાં તેણે ‘ખતરોં કે ખિલાડી’થી ચોથી સિઝનનું હોસ્ટિંગ કર્યું હતું. આ ડેઇલી પ્રાઇમ ટાઇમ શો ૨૦૨૬માં શરૂ થશે.
‘વ્હીલ ઑફ ફોર્ચ્યુન’ અમેરિકન ટેલિવિઝન પર સૌથી વધુ જોવાતો શો છે એટલું જ નહીં, ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા તો આ શોને વિશ્વનો સૌથી લોકપ્રિય ટીવી ગેમ-શો કહેવાયો છે. અમેરિકામાં આ શો ૭૦ના દાયકામાં શરૂ થયો હતો અને અત્યાર સુધીમાં ૬૦ કરતાં વધારે દેશો એને પોતાની રીતે અડૅપ્ટ કરી ચૂક્યા છે.
આ શોમાં સ્પર્ધકો વર્ડ-પઝલ સૉલ્વ કરે છે અને જાયન્ટ કાર્નિવલ વ્હીલ ફરાવીને કૅશ તથા અન્ય પ્રાઇઝ જીતે છે.


