મકાનમાલિકે તેને પૂરતી મજૂરી આપવાની ના પાડી દીધી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક વ્યક્તિ નવાનક્કોર ઘરમાં લાગેલી ટાઇલ્સ પર હથોડો મારીને એને તોડી રહ્યો છે. એક માણસ તેને સૂચના આપી રહ્યો છે કે ઘરમાં લાગેલી ટાઇલ્સ પર હથોડા મારીને એને ક્રૅક કરી નાખ. એક પછી એક પાંચ-સાત મોટી ટાઇલ્સમાં હથોડાથી ક્રૅક પાડી દેવામાં આવી. એ વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આખા ઘરનું કામ કર્યા પછી જ્યારે મજૂરીના પૈસા આપવાની વાત આવી ત્યારે મકાનમાલિકે તેને પૂરતી મજૂરી આપવાની ના પાડી દીધી. અનેક વિનંતી કર્યા પછી પણ જ્યારે મકાનમાલિકના કાને વાત પહોંચતી જ નહોતી એટલે તેણે પોતે કરેલું કામ બગાડી નાખવાનું નક્કી કર્યું. તેણે ઘરની ટાઇલ્સ પર હથોડો મારીને એમાં તિરાડ પાડી નાખી હતી.


