‘મસ્ત મલંગ ઝૂમ’ ગીતને વિશાલ મિશ્રાએ કમ્પોઝ કર્યું છે અને ઇર્શાદ કામિલે એના લિરિક્સ લખ્યા છે.
અક્ષય કુમાર , ટાઇગર શ્રોફ
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’નું ‘મસ્ત મલંગ ઝૂમ’ ગીત ગઈ કાલે રિલીઝ થયું છે. એ ગીતને જોઈને ‘RRR’નું ફેમસ ગીત ‘નાટુ નાટુ’ની યાદ આવે છે. રામચરણ અને જુનિયર એનટીઆરનાં સિગ્નેચર સ્ટેપ્સ આ ગીત સાથે મળતાં આવે છે. ‘નાટુ નાટુ’ને ઑસ્કર અવૉર્ડ મળ્યો છે. ‘મસ્ત મલંગ ઝૂમ’ ગીતને વિશાલ મિશ્રાએ કમ્પોઝ કર્યું છે અને ઇર્શાદ કામિલે એના લિરિક્સ લખ્યા છે. વિશાલ મિશ્રા, અરિજિત સિંહ અને નિકિતા ગાંધીએ આ ગીત ગાયું છે. ગીતમાં સોનાક્ષી સિંહા પણ દેખાય છે. અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરેલી ફિલ્મ આ વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ થશે. ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. આ ગીત રિલીઝ થતાં સોશ્યલ મીડિયામાં લોકો કમેન્ટ કરી રહ્યા છે. એકે કમેન્ટ કરી કે અક્ષયકુમાર + અરિજિત સિંહ = ચાર્ટબસ્ટર. અક્કી અને ટાઇગરનો એનર્જેટિક પર્ફોર્મન્સ છે.’ અન્યએ લખ્યું કે ઘણા સમય બાદ અક્ષયકુમાર અને સોનાક્ષી સાથે જોવા મળ્યાં છે. વધુ એકે લખ્યું કે અક્ષયકુમાર અને અરિજિત અદ્ભુત છે.

