અક્ષયકુમાર દીકરી નિતારા માટે એક સફળ ડૅડી જરૂર બન્યો છે

અક્ષયે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે તેની દીકરી નિતારા સાથે અમ્યુઝમેન્ટ પાર્કમાં જોવા મળી રહ્યો છે
અક્ષયકુમાર બૉક્સ-ઑફિસ પર આ વર્ષે સફળ ઍક્ટર ન બની શક્યો, પરંતુ તે તેની દીકરી નિતારા માટે એક સફળ ડૅડી જરૂર બન્યો છે. અક્ષયે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે તેની દીકરી નિતારા સાથે અમ્યુઝમેન્ટ પાર્કમાં જોવા મળી રહ્યો છે. આ વિડિયો શૅર કરીને અક્ષયે કૅપ્શન આપી હતી, ‘હું મારી દીકરીને અમ્યુઝમેન્ટ પાર્ક લઈ ગયો હતો. હું તેને માટે એક નહીં, બે રમકડાં જીત્યો હોવાથી તેના ચહેરા પર જે સ્માઇલ આવી હતી એ જોઈને હું હીરો હોઉં એવું મને ફીલ થઈ રહ્યું હતું.’