બર્થ-ડેના દિવસે કરી ઇમોશનલ પોસ્ટ
અક્ષયે સોશ્યલ મીડિયા પર પોતાના અલગ-અલગ લુકનો કોલાજ શૅર કર્યો
અક્ષય કુમારની મંગળવારે ૫૮મી વર્ષગાંઠ હતી. પોતાના જન્મદિવસે અક્ષયે સોશ્યલ મીડિયા પર પોતાના અલગ-અલગ લુકનો કોલાજ શૅર કર્યો અને સાથે-સાથે પોતાની લાગણી પણ વ્યક્ત કરી હતી. આ પોસ્ટમાં અક્ષયે કૅપ્શન લખી હતી કે ‘ગુડ મૉર્નિંગ એવરીવન; ૫૮ વર્ષની મહેનત, ઇન્ડસ્ટ્રીમાં ૩૪ વર્ષ, ૧૫૦ કરતાં વધુ ફિલ્મો અને સતત કામ. જેમણે મારા પર વિશ્વાસ કર્યો, મારી ફિલ્મોની ટિકિટ ખરીદી, જેમણે મને સાઇન કર્યો, મારી ફિલ્મો પ્રોડ્યુસ કરી, ડિરેક્ટ કરી અને મને માર્ગદર્શન આપ્યું; આ સફર જેટલી મારી છે એટલી જ આ તમામની પણ છે. તમારા વર્તન, સપોર્ટ અને મને હિંમત આપવા માટે હું તમામનો હૃદયપૂર્વક આભાર માનવા ઇચ્છું છું. હું આ તમામ વિના કંઈ પણ નથી. મારો બર્થ-ડે તેમને ડેડિકેટ છે જે હજી પણ મારા પર વિશ્વાસ કરે છે. લવ ઍન્ડ પ્રેયર, જય મહાકાલ.’
અક્ષય કુમારે કૅપ્શનમાં આગળ લખ્યું, ‘મારા જીવન અને કામને આ તસવીરમાં કૅપ્ચર કરનાર ટૅલન્ટથી ભરપૂર રાહુલ નંદાનો ખૂબ-ખૂબ આભાર. મારા ફૅન્સ આ ધરતી પર મારા ફેવરિટ છે.’
