કૉમેડીમાં હું તેમની પાસેથી ઘણુંબધું શીખ્યો છું
નીરજ વોરા
અક્ષયકુમારને તેની ૨૦૦૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભાગમભાગ’ના રાઇટર નીરજ વોરાની યાદ આવી ગઈ હતી. અક્ષયકુમાર કહે છે કે તે નીરજ વોરા પાસેથી ઘણુંબધું શીખ્યો હતો. નીરજ વોરાએ સ્ક્રીનપ્લે અને ડાયલૉગ્સ લખવાની સાથે ફિલ્મો પણ ડિરેક્ટ કરી હતી. ૨૦૧૭ની ૧૪ ડિસેમ્બરે તેમનું નિધન થયું હતું. તેમને યાદ કરીને અક્ષયકુમાર કહે છે, ‘નીરજ વોરા આજે આપણી વચ્ચે હયાત નથી. તેઓ એક બ્રિલિયન્ટ રાઇટર હતા. મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. ખાસ કરીને કૉમેડીમાં શીખવા મળ્યું છે. ફિલ્મને ૧૭ વર્ષ થયાં છતાં એવું લાગે છે કે હજી હમણાંની જ વાત છે. ‘ભાગમભાગ’ પોતાનામાં જ એક મજેદાર ફિલ્મ હતી. ઘણા વખત બાદ મને ગોવિંદા સાથે કામ કરવાની તક મળી હતી.’