અક્ષય કુમારે ગઈ કાલે બીચની સફાઈ કરતા લોકો સાથેનો પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. અક્ષયે આ ફોટો સાથે લખ્યું હતું કે ‘હું બીચ પર વૉલીબૉલ રમી રહ્યો હતો ત્યારે આપણા બીચને સ્વચ્છ રાખતા આ રિયલ-લાઇફ હીરોને મળવાનું થયું.
અક્ષય કુમાર
અક્ષય કુમારે ગઈ કાલે બીચની સફાઈ કરતા લોકો સાથેનો પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. અક્ષયે આ ફોટો સાથે લખ્યું હતું કે ‘હું બીચ પર વૉલીબૉલ રમી રહ્યો હતો ત્યારે આપણા બીચને સ્વચ્છ રાખતા આ રિયલ-લાઇફ હીરોને મળવાનું થયું. બધાના ચહેરા પર સ્માઇલ હતું અને બધા દિલથી કામ કરી રહ્યા હતા.’
અક્ષયે આ ઉપરાંત સ્વાતંયદિનના સંદર્ભમાં આ ફોટો સાથે એમ પણ લખ્યું કે આપણા પગ તળેની જમીનની આપણે સંભાળ રાખીએ તો સ્વતંત્રતા હજી ઝળકી ઊઠે.


