અવૉર્ડ ફંક્શનમાં અક્ષયે એક્સ-ફિયૉન્સે રવીનાની દીકરી સાથે ફ્રેન્ડ્લી વર્તન કર્યું
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
અક્ષયકુમારનો હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે તેની ઍક્સ-ફિયૉન્સે રવીના ટંડનની દીકરી રાશા થડાણી સાથે બહુ ફ્રેન્ડ્લી થઈને વાત કરી રહ્યો છે. રાશાએ ‘આઝાદ’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું છે. એક અવૉર્ડ-ફંક્શનમાં અક્ષય અને રાશા એકમેકની સામે આવી ગયાં હતાં, પણ તેમણે બહુ સારી રીતે એકબીજા સાથે વાત કરી હતી.
૧૯૯૦ના દાયકામાં અક્ષય અને રવીનાની જોડી ઑન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન લોકપ્રિય હતી અને તેમની સગાઈ થઈ હતી, પણ એ દાયકાના અંતમાં તેમની સગાઈ અક્ષયના અન્ય અભિનેત્રીઓ સાથે કથિત સંબંધને કારણે તૂટી ગઈ હતી.

