આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, અક્ષયકુમાર, રણવીર સિંહ, અર્જુન કપૂર અને ટાઇગર શ્રોફ પણ જોવા મળશે.
અજય દેવગનનો સિંઘમ અગેઇનનો ફર્સ્ટ લૂક.
રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ આવતા મહિને હૈદરાબાદમાં શરૂ થવાનું છે. અજય દેવગન એના માટે મૅરથૉન શૂટિંગ કરવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ થોડા મહિના પહેલાં જ શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ મુંબઈનું એનું શેડ્યુલ પૂરું કરવામાં આવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે એ શૂટિંગ દરમ્યાન અજયની આંખમાં ઈજા થઈ હતી. તે ડૉક્ટર પાસે ગયો અને ટ્રીટમેન્ટ કરાવીને તરત સેટ પર પહોંચી ગયો હતો જેથી કામ અટકી ન પડે. તેનું માનવું છે કે ‘શો મસ્ટ ગો ઑન.’ હવે હૈદરાબાદના રામોજી ફિલ્મસિટીમાં એનું શૂટિંગ શરૂ થવાનું છે. એમાં ફિલ્મના તમામ લીડ ઍક્ટર્સ જોડાવાના છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, અક્ષયકુમાર, રણવીર સિંહ, અર્જુન કપૂર અને ટાઇગર શ્રોફ પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ઇન્ડિપેન્ડન્સ ડેએ રિલીઝ
થવાની છે.

