દિલ રાજુ પ્રોડક્શન્સ અને અજય દેવગન ફિલ્મ્સ સાથે મળીને તેલુગુ હિટ ‘નાંધી’ની હિન્દી રીમેક બનાવીશું.’
અજય દેવગન
અજય દેવગને જાહેરાત કરી હતી કે તે પ્રોડ્યુસર વી. વેન્કટ રામન્ના રેડ્ડી જે દિલ રાજુના નામથી ઓળખાય છે તેમની સાથે મળીને તેલુગુ ફિલ્મ ‘નાંધી’ની હિન્દી રીમેક બનાવશે. ફિલ્મનું ટાઇટલ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. ‘નાંધી’ આ વર્ષે ૧૯ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. આ કોર્ટરૂમ ડ્રામામાં અલ્લારી નરેશ અને વરલક્ષ્મી સરથકુમાર લીડ રોલમાં હતી. આ ફિલ્મની હિન્દી રીમેકની જાહેરાત ટ્વિટર પર કરતાં અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘તમારી સાથે અગત્યની સ્ટોરી શૅર કરવાનો સમય આવી ગયો છે. દિલ રાજુ પ્રોડક્શન્સ અને અજય દેવગન ફિલ્મ્સ સાથે મળીને તેલુગુ હિટ ‘નાંધી’ની હિન્દી રીમેક બનાવીશું.’


