આ સીક્વલની ઓરિજિનલ ફિલ્મ ધમાલ ડિરેક્ટર ઇન્દ્રકુમારની ૨૦૦૭માં રિલીઝ થયેલી કૉમેડી ફિલ્મ હતી
‘ધમાલ 4’ ફિલ્મના કલાકારો અર્શદ વારસી, સંજીદા શેખ, જાવેદ જાફરી, અંજલિ આનંદ, સંજય મિશ્રા તેમ જ રિતેશ દેશમુખ અને ફિલ્મના ડિરેક્ટર ઇન્દ્રકુમાર સાથેનો ફોટો પોસ્ટ કરી
અજય દેવગન હાલમાં ‘ધમાલ 4’ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં અજયે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ ફિલ્મના કલાકારો અર્શદ વારસી, સંજીદા શેખ, જાવેદ જાફરી, અંજલિ આનંદ, સંજય મિશ્રા તેમ જ રિતેશ દેશમુખ અને ફિલ્મના ડિરેક્ટર ઇન્દ્રકુમાર સાથેનો ફોટો પોસ્ટ કરીને માહિતી આપી છે કે ફિલ્મનું માલશેજ ઘાટનું પહેલું શેડ્યુલ આટોપી લેવાયું છે.
‘ધમાલ 4’ની ઓરિજિનલ ફિલ્મ ‘ધમાલ’ ડિરેક્ટર ઇન્દ્રકુમારની ૨૦૦૭માં રિલીઝ થયેલી કૉમેડી ફિલ્મ હતી. આ ફિલ્મને સારી સફળતા મળી હતી અને એ સમયે ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૫૦ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી. આ સફળતા પછી આ ફિલ્મની સીક્વલ એવી ‘ડબલ ધમાલ’ ૨૦૧૧માં અને ત્રીજી સીક્વલ ‘ટોટલ ધમાલ’ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી.

