અજય દેવગને ૪૧ દિવસો સુધી અઘરી સાધના કરી હ
અજય દેવગન
કેરળના સબરીમાલામાં અયપ્પા ભગવાનનાં દર્શન કરતાં પહેલાં અજય દેવગને ૪૧ દિવસો સુધી અઘરી સાધના કરી હતી. હાલમાં જ તેણે સબરીમાલામાં પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં તે કાળાં કપડાં પહેરીને ગયો હતો. આ મંદિરમાં દર્શન કરવા પહેલાં ભક્તોને કેટલાક નિયમોનું સખતપણે પાલન કરવાનું હોય છે. એ નિયમો મુજબ ૪૧ દિવસો સુધી અજય દેવગને કાળાં કપડાં પહેર્યાં હતાં. જમીન પર ચટાઈ પાથરીને સૂતો હતો. નૉન-વેજ છોડીને કાંદા-લસણ વગરનું સાદું ભોજન ખાતો હતો. બ્રહ્મચર્યનું પાલન કરતાં તેણે વાળ અને નખ પણ નહોતા કાપ્યા. દિવસમાં બે વખત અયપ્પા ભગવાનની પૂજા કરતો હતો. ચંપલ, શરાબ અને પરફ્યુમનો ઉપયોગ પણ સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. સબરીમાલામાં દર્શન કરવા પહોંચેલા અજય દેવગનના કેટલાક ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.


