બ્લૅક કલરના સ્ટ્રૅપલેસ ગાઉનમાં ભગવદ્ગીતાનો શ્લોક લખેલી બનારસી આઇવરી કેપ પહેરીને બધાનાં દિલ જીતી લીધાં.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐૅશ્વર્યા રાય બચ્ચન
આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐૅશ્વર્યા રાય બચ્ચન પોતાના સ્ટાઇલિશ અને ઇનોવેટિવ લુકથી છવાઈ ગઈ છે. તેણે પહેલા દિવસે રેડ કાર્પેટ પર સાડી અને સિંદૂરવાળો પરંપરાગત ભારતીય લુક અપનાવ્યો હતો અને તેના આ લુકની બહુ પ્રશંસા થઈ છે. બીજા દિવસે ઍશે ડિઝાઇનર ગૌરવ ગુપ્તાએ ડિઝાઇન કરેલું બ્લૅક કલરનું સ્ટ્રૅપલેસ ગાઉન પહેરીને વેસ્ટર્ન લુક અપનાવ્યો હતો, પણ આ ગાઉન સાથે તેણે ભગવદ્ગીતાનો શ્લોક લખેલો બનારસી આઇવરી કેપ એટલે કે સ્લીવ વગરનું ખભા પરથી લટકતું ઉપરી વસ્ત્ર પહેરીને વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવી હતી.
ઐશ્વર્યાના આ કેપ પર ભગવદ્ગીતાના કર્મયોગનો પ્રખ્યાત શ્લોક ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનઃ’ સ્પષ્ટ વંચાતો હતો. ઐશ્વર્યાએ પોતાના આ લુકને બોલ્ડ રેડ લિપસ્ટિક અને સ્ટેટમેન્ટ ઇઅરિંગ્સ સાથે વિન્ટેજ ટચ આપ્યો હતો.
ઐશ્વર્યા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી લેતાં પહેલાં દીકરી આરાધ્યાનો હાથ પકડીને વેન્યુ સુધી પહોંચી હતી અને એ સમયની તેની અને આરાધ્યાની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.


