Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુપરહિટ ફિલ્મોને હવે ઝાટકી નાખી નાના પાટેકરે

સુપરહિટ ફિલ્મોને હવે ઝાટકી નાખી નાના પાટેકરે

16 September, 2023 04:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નસીરુદ્દીન શાહે હાલમાં જ ‘ગદર 2’, ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘કેરલ સ્ટોરી’ને મળેલી સફળતાને જોતાં નિંદા કરી હતી.

નાના પાટેકર

નાના પાટેકર


નસીરુદ્દીન શાહે હાલમાં જ ‘ગદર 2’, ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘કેરલ સ્ટોરી’ને મળેલી સફળતાને જોતાં નિંદા કરી હતી. હવે નાના પાટેકરે પણ ફિલ્મોનાં નામ લીધા વગર એની નિંદા કરી છે. તેઓ આગામી ફિલ્મ ‘ધ વૅક્સિન વૉર’માં દેખાવાના છે. તેમનું કહેવું છે કે આવી ફિલ્મો બનાવીને લોકોને ફિલ્મો પસંદ કરવા માટે વિવશ કરવામાં આવે છે. એ વિશે વિસ્તારમાં જણાવતાં નાના પાટેકરે કહ્યું કે ‘મેં એક ફિલ્મ જોઈ, જે ખૂબ હિટ થઈ રહી છે. મતલબ કે હું પૂરી ફિલ્મ જોઈ શક્યો નહીં. આ ફિલ્મ હાલમાં ખૂબ ચાલી રહી છે. હવે આવી ફિલ્મો ચાલે છે તો આપણને એવું લાગે છે કે આવી ફિલ્મો વારંવાર દેખાડીને આપણને એ પસંદ કરવા માટે વિવશ કરવામાં આવે છે.’
સાથે જ નેપોટિઝમ પર પણ તેમણે કટાક્ષ કર્યો છે. એ વિશે નાના પાટેકરે કહ્યું કે ‘હું ઍક્ટર છું અને જો હું મારા દીકરાને ઍક્ટર બનાવવા માગતો હોઉં પછી ભલે તેનામાં એની ક્ષમતા ન હોય, પરંતુ હું તેને લોકો પર થોપી બેસાડવા માગું છું. તેની એક ફિલ્મ ફ્લૉપ થશે. બીજી ફિલ્મ ફ્લૉપ થશે અને આવી રીતે તેની દસ ફિલ્મો પણ ફ્લૉપ થશે. ત્યાર બાદ તેની ખામીઓ ઓછી દેખાવા લાગશે. ધીમે-ધીમે તે લોકોને પણ ગમવા માંડશે. આવી રીતે એક દિવસ તે માથા પર બેસી જશે. આવી સ્થિતિ આજે ઇન્ડસ્ટ્રીની છે. સાથે જ કેટલીક બકવાસ ફિલ્મો પણ છે, જે જોવા માટે આપણને વિવશ કરવામાં આવે છે. એવામાં જો ‘ધ વૅક્સિન વૉર’ આવશે તો જાણ થશે કે ના, બન્ને ફિલ્મોમાં ફરક છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2023 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK