હકીકતમાં બચ્ચન-પરિવારમાં જયા બચ્ચનના હાથમાં બે ઘડિયાળ અને અમિતાભ બચ્ચનના હાથમાં ક્યારેક ત્રણ-ત્રણ ઘડિયાળ જોવા મળે છે. આની પાછળનું કારણ કંઈક અલગ છે.
અભિષેક બચ્ચન
બુધવારે એક પ્રમોશનલ ઇવેન્ટમાં અભિષેક બચ્ચને બેઉ હાથમાં અલગ-અલગ ઘડિયાળ પહેરી હતી. એ જોઈને લોકોએ અભિષેકની મજાક ઉડાડવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ કહ્યું કે ખરાબ સમય ચાલતો હોવાથી તેણે બે ઘડિયાળ પહેરી હતી, તો બીજાઓએ કહ્યું કે એક ઘડિયાળ મમ્મીએ અને બીજી પત્નીએ પહેરાવી હશે. જોકે હકીકતમાં બચ્ચન-પરિવારમાં જયા બચ્ચનના હાથમાં બે ઘડિયાળ અને અમિતાભ બચ્ચનના હાથમાં ક્યારેક ત્રણ-ત્રણ ઘડિયાળ જોવા મળે છે. આની પાછળનું કારણ કંઈક અલગ છે.
બચ્ચન-પરિવારમાં આ ટ્રેન્ડ જયા બચ્ચને શરૂ કર્યો હતો. અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું જ્યારે યુરોપમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારી મમ્મી બેઉ હાથમાં ઘડિયાળ પહેરતી હતી. એકમાં ભારતનો ટાઇમ અને બીજી ઘડિયાળમાં યુરોપનો ટાઇમ જોવા મળતો હતો અને એ પ્રમાણે તે મારી સાથે વાતચીત કરતી હતી.’
ADVERTISEMENT
ત્યાર બાદ અમિતાભ બચ્ચને પણ એ રીતે બે ટાઇમ-ઝોનનો સમય જાણવા બે ઘડિયાળ પહેરવાનું શરૂ કર્યું હતું. અમિતાભ બચ્ચન પણ યુરોપના ટાઇમ-ઝોન પ્રમાણે છોકરાંઓ સાથે વાતચીત કરતા હતા. અમિતાભ બચ્ચને ‘બુઢ્ઢા મિલ ગયા’માં હાથમાં બે ઘડિયાળ પહેરવાને ટ્રેન્ડ બનાવ્યો હતો.
નવાઈની વાત એ છે કે બચ્ચન-પરિવાર પાસે ઘડિયાળનું જબરદસ્ત કલેક્શન છે એથી તેઓ મોંઘી અને લક્ઝુરિયસ ઘડિયાળ હંમેશાં પહેરે છે.

