આમિર ગર્લફ્રેન્ડ ગૌરીના પુત્રને પોતાની સાથે રાખે છે અને તેની ખૂબ કાળજી લેતો જોવા મળે છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આમિર ખાન હાલમાં ગૌરી સ્પ્રૅટને ડેટ કરી રહ્યો છે. હાલમાં બન્ને એક આઉટિંગ પર જોવા મળ્યાં હતાં. આ દરમ્યાન તેની સાથે ગૌરીનો છ વર્ષનો દીકરો પણ જોવા મળ્યો હતો. આ વાઇરલ વિડિયોમાં તે કૅમેરા તરફ જોઈને હસતો નજર આવ્યો હતો. આમિરની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ ગૌરી બૅન્ગલોરની છે અને તે છ વર્ષના દીકરાની મમ્મી છે. ગૌરી ડિવૉર્સી છે અને તેની મમ્મી રીટા સ્પ્રૅટ બૅન્ગલોરની જાણીતી સૅલોં ચેઇનની માલિક છે. લેટેસ્ટ વાઇરલ વિડિયોમાં ગૌરી, તેનો દીકરો અને આમિર આઉટિંગની મજા માણતાં જોવા મળે છે. વિડિયોમાં ગૌરી અને આમિર ગાડીમાંથી ઊતરે છે અને તેમની સાથે ગૌરીનો પુત્ર પણ ઊતરે છે. આમિર ગર્લફ્રેન્ડ ગૌરીના પુત્રને પોતાની સાથે રાખે છે અને તેની ખૂબ કાળજી લેતો જોવા મળે છે.


