શાહરુખ ખાનની ‘ડંકી’ને જોવા માટે તો આમિર ખાન પણ આતુર છે. તેણે ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હીરાણીની પણ ખૂબ પ્રશંસા કરી છે.
આમિર ખાન
શાહરુખ ખાનની ‘ડંકી’ને જોવા માટે તો આમિર ખાન પણ આતુર છે. તેણે ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હીરાણીની પણ ખૂબ પ્રશંસા કરી છે. રાજકુમાર હીરાણીની ‘3 ઇડિયટ્સ’ અને ‘PK’માં આમિરે કામ કર્યું હતું. ફિલ્મની સ્ટોરીમાં ઇલીગલ ઇમીગ્રેશનને હળવી કૉમેડીની સાથે દેખાડવામાં આવી છે. રાજકુમાર હીરાણીની ‘મુન્નાભાઇ MBBS’ની રિલીઝને વીસ વર્ષ થયા છે. તેમની પ્રશંસા કરતા આમિરે કહ્યું કે ‘તેઓ મારા ફૅવરિટ ડિરેક્ટર છે. વીસ વર્ષ પૂરા કરવા માટે અને તમારી ફિલ્મ ‘ડંકી’ માટે અભિનંદન રાજુ. તમે અને શાહરુખે આ ફિલ્મમાં શું જાદુ ઘડ્યો છે એ જોવા માટે અમે સૌ ઉત્સુક છું. તમને સૌને શુભેચ્છા અને તમને હંમેશાં સફળતા મળે. સૌને ભરપૂર પ્રેમ.’
બીજી તરફ રાજકુમાર હીરાણીને અભિનંદન આપતા શાહરુખે કહ્યું કે ‘પાય રાજુ સર, વીસ વર્ષના હૅપીનેસ અને ગુડનેસ માટે અને સિનેમામાં વીસ વર્ષ પૂરા કરવા માટે તમને અભિનંદન. અમને બધાને તમારી ફિલ્મો જોવી ગમે છે. તમારી ફિલ્મો જોઈને અમે મોટા થયા છીએ. એ પછી ‘મુન્નાભાઇ MBBS’ હોય, ‘3 ઇડિયટ્સ’ હોય કે પછી ‘PK’ હોય. લીસ્ટ ખૂબ લાંબી છે.’
રણબીર કપૂરનો પણ એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે શાહરુખ ખાનની ‘ડંકી’ જોવા માટે ખૂબ જ આતૂર છે એવી વાત કહેતો જોવા મળી રહ્યો છે.


