Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કપિલ શર્મા સાથે ફિલ્મ કરવી છે આમિર ખાનને

કપિલ શર્મા સાથે ફિલ્મ કરવી છે આમિર ખાનને

01 June, 2023 02:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વાત આમિર ખાને પંજાબી ફિલ્મ ‘કૅરી ઑન જટ્ટા 3’ના ટ્રેલર-લૉન્ચ વખતે કહી હતી

કપિલ શર્મા અને તેની વાઇફે આમિર ખાન સાથે સમય પસાર કર્યો હતો

કપિલ શર્મા અને તેની વાઇફે આમિર ખાન સાથે સમય પસાર કર્યો હતો


આમિર ખાનને કૉમેડિયન કપિલ શર્મા સાથે ફિલ્મ કરવાની ઇચ્છા છે. આ વાત તેણે હાલમાં પંજાબી ફિલ્મ ‘કૅરી ઑન જટ્ટા 3’ના ટ્રેલર-લૉન્ચ વખતે કહી હતી. એ દરમ્યાન આમિર અને કપિલ બન્ને હાજર હતા. એ દરમ્યાન આમિરને પૂછવામાં આવ્યું હતું કે તે તેની કોઈ ફિલ્મને ‘ધ કપિલ શર્મા શો’માં પ્રમોટ કેમ નથી કરતો? તો એનો જવાબ આપતાં આમિરે કહ્યું કે ‘હંમેશાં હું મારી ફિલ્મની રિલીઝને લઈને વ્યસ્ત હોઉં છું. હું અલગ-અલગ શહેરોમાં અને વિદેશમાં ટ્રાવેલ કરું છું અને ફિલ્મને પ્રમોટ કરું છું. એને કારણે કદી પણ કપિલ શર્માના શોમાં નથી જઈ શક્યો. મેં તો તેને જણાવ્યું હતું કે હું જ્યારે પણ ફ્રી હોઈશ હું તારા શોમાં આવીશ. આપણે ફિલ્મની ચિંતા કરવાની જરૂર નથી.’ કપિલ સાથે વાત કરતાં આમિરે કહ્યું કે ‘કપિલ શર્મા અને હું સાથે ફિલ્મ કરવાના છીએ? મને એ ગમશે. કપિલ, સાંભળ ચાલ આપણે ફિલ્મ કરીએ. મને કપિલ સાથે ફિલ્મ કરવી ગમશે.’ એ ઇવેન્ટ બાદ કપિલ શર્મા અને તેની વાઇફે આમિર સાથે સમય પસાર કર્યો હતો. તેમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કપિલ શર્માએ કૅપ્શન આપી હતી, ‘આ સુંદર સાંજ માટે થૅન્ક યુ. સુંદર હૉસ્પિટાલિટી, પ્રેમ, આનંદ, મ્યુઝિક. આ ગેટ-ટુગેધર અદ્ભુત અને યાદગાર હતું. થૅન્ક યુ આમિર ખાન ભાઈ. તમે અમારો ગર્વ છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2023 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK