° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


રણબીર કપૂર-આલિયા ભટ્ટ પર આ શું બોલી કંગના? જુઓ ઈન્ટરવ્યુ

29 March, 2019 01:07 PM IST | મુંબઈ

રણબીર કપૂર-આલિયા ભટ્ટ પર આ શું બોલી કંગના? જુઓ ઈન્ટરવ્યુ

કંગના રનૌત (ફાઈલ ફોટો)

કંગના રનૌત (ફાઈલ ફોટો)

અભિનેત્રી કંગના રનૌત પોતાના ઓખાબોલા સ્વભાવને કારણે જાણીતી છે. હ્રિતિક રોશનથી લઈને ફિલ્મોના વિવાદમાં તેમનું નામ ઉછળી ચૂક્યુ છે. હવે કંગનાએ ફરી એકવાર કરણ જોહર સહિત આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વિરુદ્ધ ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. કંગનાએ મિડ ડેને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ લોકો હંમેશા પોતાનામાં જ લિપ્ત રહે છે, અને તેમને દેશ સાથે કોઈ લેવા દેવા નથી.

તાજેતરમાં જમિડ ડેને આપેલા ઈન્ટરવ્યુમાં કંગના રનૌતે આલિયા અને રણબીર વિશે વાતો કરી છે. કંગનાએ આ બંને સ્ટાર્સને યંગ ગણાવવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે 37 વર્ષના રણબીર અને 27 વર્ષની આલિયા યંગ કેવી રીતે ગણાય ? 27 વર્ષે તેમની માતાને તો ત્રણ બાળકો હતા.

કંગનાએ કહ્યું કે તેમનું આમ કહેવું યોગ્ય નથી. બાળકો છે કે ડમ્બ છે, શું છે. જો તમે તેમને સેક્સ લાઈફ વિશે પૂછો તો વાત કરવા તૈયાર થઈ જાય છે. ઈન્સ્ટા પર ફોટા મૂકે છે. હું કોની સાથે ***, કોની સાથે નહીં. એ બધું ઠીક છે, પણ દેશનું શું ? એ પૂછો તો કહે છે,'ઈટ્સ માય પર્સનલ લાઈફ.'

જુઓ વીડિયો

 

કંગનાએ કેટલાક દિવસો પહેલા દેશહિતની વાતો ન કરનાર લોકો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. મિડ ડે સાથેના ઈન્ટરવ્યુમાં પણ કંગનાએ આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે તમામ લોકો પોતાને એક્સલુઝિવ માને છે. તેમને દેશના બાકીના લોકો સાથે કોઈ લેવા દેવા નથી. કરણ જોહર અને તેમની ગેંગનો આવો જ એટિટ્યુડ છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમના વિરુદ્ધ આ જ ગેંગ નેગેટિવ પબ્લિસિટી કરાવે છે. ભલે લોકો ન જાણતા હોય, પણ મને ખબર છે કે મારા વિશે વાતો ક્યાંથી આવે છે. એટલે હું જ્યારે કંઈ પણ કરુ છું તો તેમને તેમની જગ્યા બતાવી દઉં છું.

મણિકર્ણિકાના શૂટિંગ દરમિયાન કંગનાનો મિકેનિકલ ઘોડાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. આ મુદ્દે કંગના ટ્રોલ પણ થઈ હતી. કંગનાએ આ મુદ્દે પણ વાત કરી. તેમણે કહ્યું,'હું હું છું. તમે તમે છો તો પછી નેપોટિઝમ અને આઉટસાઈડર જેવા શબ્દો ક્યાંથી આવ્યા. શું તેઓ પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માને છે. કંગનાએ કહ્યું કે હું કહી દઉં કે આ વીડિયો કેવી રીતે લીક થયો, જો મેં તે વ્યક્તિનું નામ કહી દીધું તો તમે ચોંકી જશો. મારે કારણે તો બોલીવુડના ઘણા સ્ટાર્સ પોતાની જાતને અસુરક્ષિત સમજે છે.'

આ પણ વાંચોઃ નોટબુકની અભિનેત્રી પ્રનૂતન બહલના આ ફોટોસ છે ખૂબ જ સ્વીટ, તમે પણ જુઓ

કંગનાએ કહ્યું કે તેમની ફિલ્મ તનુ વેડ્સ મનુની કમાણી આજે પણ તમામ હીરોઝના કલેક્શન કરતા વધુ છે. મણિકર્ણિકા જોયા બાદ ઘણા લોકોએ કહ્યું આ પ્રકારની એક્શન તો કોઈ હીરોની પણ નથી જોઈ. હવે ઘણા લોકો ડરી ગયા છે કે અમારી પણ જ્યારે પીરિયડ ફિલ્મ આવશે તો મણિકર્ણિકા સાથે સરખામણી થશે.

29 March, 2019 01:07 PM IST | મુંબઈ

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ગીતકાર સીતારામ શાસ્ત્રીનું નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિરીવેનેલા સીતારામ શાસ્ત્રીનું મંગળવારે સાંજે ફેફસાના કેન્સરને કારણે નિધન થયું હતું.

01 December, 2021 05:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સોશ્યલ મીડિયા પર હંમેશાં સ્વીકારવામાં આવે એવો આગ્રહ નથી રાખતી સમન્થા

લોકો હંમેશાં અલગ મત ધરાવે એ માટે હું તેમને પ્રોત્સાહિત પણ કરું છું. જોકે એમ છતાં આપણે એકમેકને પ્રેમ કરવો જોઈએ અને લાગણી દેખાડવી જોઈએ.

01 December, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કમલ હાસનની હજી પણ ચાલી રહી છે ટ્રીટમેન્ટ

કમલ હાસન હજી પણ હૉસ્પિટલમાં છે અને ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તેઓ એકદમ સાજા થઈ ગયા બાદ જ ઘરે આવશે.

01 December, 2021 03:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK