નોટબુકની અભિનેત્રી પ્રનૂતન બહલના આ ફોટોસ છે ખૂબ જ સ્વીટ, તમે પણ જુઓ

Published: Mar 27, 2019, 16:23 IST | Falguni Lakhani
 • માર્ચ 10, 1993ના દિવસે જન્મેલી પ્રનુતન બહલ મોહનિશ બહલ અને એકતા શર્માની પુત્રી છે. ફિલ્મ જગત સાથે ગાઢ નાતો ધરાવતા પરિવારમાંથી આવતી પ્રનુતન ફિલ્મ જગતમાં આ પરિવારની પાંચમી પેઢી છે. તેમના વડદાદી રતન બાઈ ગાયિકા અને અભિનેત્રી હતા. તેમના પરદાદી શોભના સમર્થ એક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યૂસર હતા. જ્યારે તેમના દાદી નૂતન હિંદી સિનેમાના જાણીતા અભિનેત્રીઓમાંથી એક છે. કાજોલ અને તનિષા મુખર્જી પ્રનૂતનના આન્ટી છે.

  માર્ચ 10, 1993ના દિવસે જન્મેલી પ્રનુતન બહલ મોહનિશ બહલ અને એકતા શર્માની પુત્રી છે. ફિલ્મ જગત સાથે ગાઢ નાતો ધરાવતા પરિવારમાંથી આવતી પ્રનુતન ફિલ્મ જગતમાં આ પરિવારની પાંચમી પેઢી છે. તેમના વડદાદી રતન બાઈ ગાયિકા અને અભિનેત્રી હતા. તેમના પરદાદી શોભના સમર્થ એક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યૂસર હતા. જ્યારે તેમના દાદી નૂતન હિંદી સિનેમાના જાણીતા અભિનેત્રીઓમાંથી એક છે. કાજોલ અને તનિષા મુખર્જી પ્રનૂતનના આન્ટી છે.

  1/14
 • પ્રનૂતન નૂતનને તેમના આદર્શ માને છે. પ્રતૂનના જન્મ પહેલા જ નૂતનનું અવસાન થયું હતું. મિડ-ડે સાથે વાત કરતા પ્રનૂતને કહ્યું કે, "તેમની ફિલ્મો જોઈ જોઈને હું અભિનય કરતા શીખી."

  પ્રનૂતન નૂતનને તેમના આદર્શ માને છે. પ્રતૂનના જન્મ પહેલા જ નૂતનનું અવસાન થયું હતું. મિડ-ડે સાથે વાત કરતા પ્રનૂતને કહ્યું કે, "તેમની ફિલ્મો જોઈ જોઈને હું અભિનય કરતા શીખી."

  2/14
 • પ્રનૂતન પણ પરિવારને પગલે જ ચાલી રહી છે. અને ફિલ્મ નોટબુકથી બોલીવુડમાં પદાર્પણ કરવા જઈ રહી છે.

  પ્રનૂતન પણ પરિવારને પગલે જ ચાલી રહી છે. અને ફિલ્મ નોટબુકથી બોલીવુડમાં પદાર્પણ કરવા જઈ રહી છે.

  3/14
 • ઘણા લોકો માને છે કે પ્રનૂતન માટે ફિલ્મ ઉદ્યોગમાં કામ મેળવવું સરળ રહ્યું હશે. પરંતુ પ્રનૂતન કહે છે કે એવું નથી.

  ઘણા લોકો માને છે કે પ્રનૂતન માટે ફિલ્મ ઉદ્યોગમાં કામ મેળવવું સરળ રહ્યું હશે. પરંતુ પ્રનૂતન કહે છે કે એવું નથી.

  4/14
 • નોટબુક કેવી રીતે મળી તેના વિશે વાત કરતા પ્રનૂતન કહે છે કે, મેકર્સે મારી તસવીરો જોઈ હતી. જે બાદ મને ઑડિશન માટે બોલાવવામાં આવી હતી. ઑડિશનના 18 દિવસ બાદ મને ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હોવાનો ફોન આવ્યો હતો.

  નોટબુક કેવી રીતે મળી તેના વિશે વાત કરતા પ્રનૂતન કહે છે કે, મેકર્સે મારી તસવીરો જોઈ હતી. જે બાદ મને ઑડિશન માટે બોલાવવામાં આવી હતી. ઑડિશનના 18 દિવસ બાદ મને ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હોવાનો ફોન આવ્યો હતો.

  5/14
 • પ્રનૂતન કહે છે કે, "તમને કદાચ પહેલી ફિલ્મ તમારી ઓળખાણના કારણે મળી પણ જાય. પરંતુ બીજી અને ત્રીજી ફિલ્મનું શું થશે? મે ક્યારેય મારા પિતાને મિટીંગ કરાવવા માટે અન્ય કોઈ બાબત માટે નથી કહ્યું."

  પ્રનૂતન કહે છે કે, "તમને કદાચ પહેલી ફિલ્મ તમારી ઓળખાણના કારણે મળી પણ જાય. પરંતુ બીજી અને ત્રીજી ફિલ્મનું શું થશે? મે ક્યારેય મારા પિતાને મિટીંગ કરાવવા માટે અન્ય કોઈ બાબત માટે નથી કહ્યું."

  6/14
 • તેની સાથે જોડાયેલા નામોને જોતા, પ્રનૂતન પાસેથી ઉંચી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. આ મામલે પ્રનૂતન કહે છે કે તેના માતા-પિતાએ તેને કામ સાથે પ્રામાણિક રહેવાનું શીખવ્યું છે.

  તેની સાથે જોડાયેલા નામોને જોતા, પ્રનૂતન પાસેથી ઉંચી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. આ મામલે પ્રનૂતન કહે છે કે તેના માતા-પિતાએ તેને કામ સાથે પ્રામાણિક રહેવાનું શીખવ્યું છે.

  7/14
 • પ્રનૂતન હંમેશાથી અભિનેત્રી બનવા માંગતી હતી. તેને ખબર જ હતી કે તે ફિલ્મમાં કામ કરશે જ.

  પ્રનૂતન હંમેશાથી અભિનેત્રી બનવા માંગતી હતી. તેને ખબર જ હતી કે તે ફિલ્મમાં કામ કરશે જ.

  8/14
 • પ્રનૂતન વકીલ પણ રહી ચુકી છે. જો કે ફિલ્મો પ્રત્યેનો તેનો પ્રેમ તેને ઈન્ડસ્ટ્રીમાં ખેંચી લાવ્યો.

  પ્રનૂતન વકીલ પણ રહી ચુકી છે. જો કે ફિલ્મો પ્રત્યેનો તેનો પ્રેમ તેને ઈન્ડસ્ટ્રીમાં ખેંચી લાવ્યો.

  9/14
 • પરિવાર ફિલ્મ ઉદ્યોગમાં હોવા છતા પ્રનૂતને સંઘર્ષ કરતા કલાકારની જેમ ઑડિશન આપ્યા હતા.

  પરિવાર ફિલ્મ ઉદ્યોગમાં હોવા છતા પ્રનૂતને સંઘર્ષ કરતા કલાકારની જેમ ઑડિશન આપ્યા હતા.

  10/14
 • પ્રનૂતને તેના ઑડિશન સમયે તેની અટકનો ઉપયોગ નહોતો કર્યો. જેથી મોટાભાગના લોકોને જાણ નહોતી કે તે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે.

  પ્રનૂતને તેના ઑડિશન સમયે તેની અટકનો ઉપયોગ નહોતો કર્યો. જેથી મોટાભાગના લોકોને જાણ નહોતી કે તે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે.

  11/14
 • નોટબુકમાં પ્રનૂતન રોમેંટિક ભૂમિકામાં જોવા મળશે. જો કે અસલ જિંદગીમાં પ્રનૂતન એવી નથી. તે કહે છે કે હું એવી વ્યક્તિઓમાંથી છું જે પોતાની લાગણીઓને સરળતાથી વ્યક્ત નથી કરી શકતી.

  નોટબુકમાં પ્રનૂતન રોમેંટિક ભૂમિકામાં જોવા મળશે. જો કે અસલ જિંદગીમાં પ્રનૂતન એવી નથી. તે કહે છે કે હું એવી વ્યક્તિઓમાંથી છું જે પોતાની લાગણીઓને સરળતાથી વ્યક્ત નથી કરી શકતી.

  12/14
 • પ્રનૂતન બોલીવુડમાં સ્થાન મેળવવા માટે માંગતા યુવાનો માટે એક ઉદાહરણ સમાન છે.

  પ્રનૂતન બોલીવુડમાં સ્થાન મેળવવા માટે માંગતા યુવાનો માટે એક ઉદાહરણ સમાન છે.

  13/14
 • પ્રનૂતનને તેની પહેલી ફિલ્મ અને ભવિષ્યની તમામ ફિલ્મો માટે હાર્દિક શુભકામનાઓ.

  પ્રનૂતનને તેની પહેલી ફિલ્મ અને ભવિષ્યની તમામ ફિલ્મો માટે હાર્દિક શુભકામનાઓ.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

અભિનેત્રી નૂતનની પૌત્રી અને મોહનીશ બહલની પુત્રી પ્રનૂતન બહલ ફિલ્મ નોટબુક સાથે પદાર્પણ કરવા માટે તૈયાર છે. ત્યારે જુઓ કેવી છે પ્રનૂતનની લાઈફ, તસવીરોમાં.
(તમામ તસવીરોઃ પ્રનૂતન અને આરતી બહલ ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK