પોતાની લાઇફથી ફૅન્સને અવગત કરાવવા દિશા પટણીએ લૉન્ચ કરી યુટ્યુબ ચૅનલ
ફૅન્સને પોતાની લાઇફ સાથે જોડાયેલી અજાણી વાતોથી અવગત કરાવવા માટે દિશા પટણીએ યુટ્યુબ ચૅનલ શરૂ કરી છે. ચૅનલ વિશે જણાવતાં દિશાએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે દરેક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને એનું મહત્ત્વ હોય છે. ઉદાહરણ તરીકે ફેસબુક એક એવું પ્લૅટફૉર્મ છે જ્યાં લોકો એકબીજા સાથે કનેક્ટ થાય છે.'
આ પણ વાંચો: આલિયા ભટ્ટ ઇન્શાઅલ્લાહ માટે સંજય લીલા ભણસાલીને મળવા પહોંચી?
ADVERTISEMENT
'ઇન્સ્ટાગ્રામ એક એવી સાઇટ છે જ્યાં માત્ર ને માત્ર સારા ફોટોઝ અને વિડિયોઝ દેખાડવામાં આવે છે. હું ખોટું નહીં બોલું કેમ કે મને પણ ફોટોઝ અપલોડ કરવા હોય તો મારા સારા ફોટોઝ શોધવા પડે છે. એથી મેં યુટ્યુબ ચૅનલ શરૂ કરવાનું નક્કી કર્યું કે જ્યાં લોકો અને મારા ફૅન્સ મને સારી રીતે જાણી શકે. હું એવા વિડિયોઝ બનાવીશ જે થોડા કૅન્ડિડ હોય. સાથે જ મારે એની ચિંતા ન કરવાની હોય કે એ સારા અને યોગ્ય હોય, કારણ કે એના માટે તો ઇન્સ્ટાગ્રામ છે જ.’