Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આયુષ્માને ટ્વિટર પર સાડી ચૅલેન્જ સ્વીકારતાં શૅર કર્યો સાડીવાળો ફોટો​

આયુષ્માને ટ્વિટર પર સાડી ચૅલેન્જ સ્વીકારતાં શૅર કર્યો સાડીવાળો ફોટો​

18 July, 2019 10:57 AM IST | મુંબઈ

આયુષ્માને ટ્વિટર પર સાડી ચૅલેન્જ સ્વીકારતાં શૅર કર્યો સાડીવાળો ફોટો​

આયુષ્માન ખુરાના તસવીર સૌૈજન્ય ટ્વિટર

આયુષ્માન ખુરાના તસવીર સૌૈજન્ય ટ્વિટર


આયુષ્માન ખુરાનાએ સાડી ચૅલેન્જનો સ્વીકાર કરતાં સાડી પહેરેલો ફોટો ટ્‍‍વિટર પર શૅર કર્યો હતો. આ ફોટો તેની આવનારી ‘ડ્રીમગર્લ’ના કૅરૅક્ટરનો છે. ફોટોમાં તેણે બ્લુ સાડી પહેરી છે અને તે બાઇક પર બેઠો છે. પગમાં તેણે સ્લિપર પહેર્યાં છે. આ ફોટોને ટ્‍‍વિટર પર શૅર કરીને આયુષ્માને ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘ડ્રીમગર્લ’ આ વર્ષના અંતમાં રિલીઝ થશે.’

આ પણ વાંચો : અર્જુન અને મલાઇકાને જોઇને ટ્રોલર્સે કહ્યું, દીકરો અને નેની જાય છે...



સતત પાંચ હિટ ફિલ્મો આપ્યા બાદ લોકોને સારી ફિલ્મો આપવાની મારી જવાબદારી વધી ગઈ છે : આયુષ્માન


હું ખુશ છું કે ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સારી ચાલી રહી છે. એક પછી એક એમ પાંચ હિટ ફિલ્મો આપવાથી લોકોને પસંદ પડે એવી સારા કન્ટેન્ટવાળી ફિલ્મો આપવાની મારી જવાબદારી વધી ગઈ છે.’ આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે પાંચ ફિલ્મો હિટ આપવાથી લોકોને સારા કન્ટેન્વાળી ફિલ્મો આપવાની તેની જવાબદારી વધી ગઈ છે. આયુષ્માનની ‘અંધાધુન’, ‘બધાઈ હો’, ‘શુભ મંગલ સાવધાન’, અને ‘બરેલી કી બર્ફી’ હિટ સાબિત થઈ હતી. ૨૮ જૂને રિલીઝ થયેલી ‘આર્ટિકલ 15’ને પણ લોકોએ સારો રિસ્પૉન્સ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 10:57 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK