અર્જુન અને મલાઇકાને જોઇને ટ્રોલર્સે કહ્યું, દીકરો અને નેની જાય છે...

Published: Jul 17, 2019, 19:53 IST | મુંબઈ ડેસ્ક

તાજેતરમાં જ અર્જુન કપૂર અને મલાઇકા લંચ ડેટ પર ગયા. તેમની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા છે, જેને જોઈને યૂઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

અર્જુન કપૂર સાથે મલાઇકા અરોરા
અર્જુન કપૂર સાથે મલાઇકા અરોરા

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઇકા અરોરા બી-ટાઉનના ફેવરિટ કપલ્સમાંના એક છે. બન્ને પોતાના સંબંધોને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. ઘણીવાર મલાઇકા અને અર્જુનને એકસાથે હેન્ગઆઉટ કરતાં જોવામાં આવ્યા છે, પણ બન્નેએ આ વિશે ક્યારેય ખુલીને વાત કરી નથી. પણ અર્જુનના જન્મદિવસે મલાઇકાએ જાહેરમાં સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

Malaika Arora

તાજેતરમાં જ મલાઇકા અને અર્જુન કપૂરની કેટલીક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બન્ને લંચ ડેટ પર ગયા હતાં, જેના પછી તે મીડિયાના કેમેરામાં કેપ્ચર થયા. અર્જુન અને મલાઇકા હંમેશાની જેમ મીડિયા સામે ખૂબ જ કમ્ફરટેબલ લાગતા હતા. મલાઈકા વાઈટ ટી ટૉપ અને બ્લૂ ડેનિમ્સમાં કૂલ લાગી રહી હતી. તેણે પોતાના લૂકને વાઈટ સનગ્લાસિસ અને શૂઝ સાથે પૂર્ણ કર્યો હતો. દરમિયાન તે મિનિમલ મેકઅપમાં જોવા મળી હતી. તેણે પોતાના વાળને સેન્ટર પાર્ટિશન કરીને ટાય કર્યા હતા.

Arjun Kapoor

તો અર્જુન કપૂર પણ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળ્યો હતો. તેણે બ્લેક ગ્રાફિક ટી શર્ટ કેરી કરી હતી. તેણે પોતાના લૂકને બ્લેક કેપ અને મેચિંગ શૂઝ સાથે પૂરો કર્યો. પણ ધ્યાન આકર્ષિત કરનાર તો તેની બ્રાઉન કાર્ગો પેન્ટ હતી જે ખૂબ જ ડિફરન્ટ દેખાતી હતી. જેમાં એક એસિમેટ્રિક લેયર વઘુ હતી, જે તેના લૂકને પણ ખૂબ જ કૂલ અને ડિફરન્ટ બનાવતી હતી. જો કે સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેના આ સ્ટાઇલનું મજાક ઉડાડી રહ્યા છે. તે આ પેન્ટને હાફ સ્કર્ટ અને હાફ પેન્ટ્સ કહે છે. એટલું જ નહીં યૂઝર્સ મલાઇકા અને અર્જુનને પણ ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરી, દીકરો અને તેની નેની, તો બીજાએ લખ્યું કે પ્રેમ સાચે જ અંધ હોય છે.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂરે હાલમાં જ કહ્યું હતું કે, હુ જ્યારે લગ્ન કરવાનું નક્કી કરીશ ત્યારે તમને સૌ કોઈને હું જાણ કરીશ. લગ્નના નિર્ણયને કોઈનાથી છુપાવીશ નહી. હું મલાઈકા સાથેના રિલેશનને લઈને ઓપન છું એવુ કોઈ કારણ અમારા વચ્ચે નથી જેને લઈને અમારા લગ્નને છુપાવવા પડે. મલાઈકાએ પણ અર્જુન વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે અર્જુન કપૂર તેને સારી રીતે સમજે છે અને આ જ વાત મને તેના તરફ આકર્ષિત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK