ફેમ અને ગ્લૅમરમાં મને પહેલેથી જ કોઈ રસ નથી: અભય દેઓલ
અભય દેઓલ
અભય દેઓલનું કહેવું છે કે તેને પહેલેથી જ ફેમસ થવામાં કે ગ્લૅમરમાં રસ નથી રહ્યો. તેની ફિલ્મોની પસંદગી પણ એકદમ અલગ રહી છે. તેને પૂછવામાં આવ્યું હતું કે તે બૉલીવુડમાં ટિપિકલ હીરોનો રોલ કેમ નથી કરતો? આ સવાલનો જવાબ આપતાં અભયે કહ્યું હતું કે ‘મને પહેલેથી જ ફેમ અને ગ્લૅમરમાં અરુચિ રહી છે, કારણ કે સ્પૉટલાઇટ અને અટેન્શન તમારી ફૅમિલીને કેટલી અસર પાડે છે એ મેં પહેલેથી જ જોયું છે.
આ પણ વાંચો : કેરળમાં સૈફના પ્રેમમાં પડી હતી કરીના
ADVERTISEMENT
તમારી ફૅમિલી વિશે જ્યારે લખવામાં આવે અને જે પ્રકારે તમારી પર્સનલ લાઇફ સાથે જોડાયેલા સવાલો પૂછવામાં આવે તો તમે પોતાને એનાથી દૂર કરો છો અને ક્યારેક ગુસ્સે પણ થાઓ છો. આ બધું મારી નજર સમક્ષ બનતું હતું એથી મારા માટે એ પૉઝિટિવ ન પણ હોય. મેં એમાં માત્ર નેગેટિવિટી જ જોઈ હતી.’