Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેરળમાં સૈફના પ્રેમમાં પડી હતી કરીના

કેરળમાં સૈફના પ્રેમમાં પડી હતી કરીના

27 June, 2019 11:03 AM IST |

કેરળમાં સૈફના પ્રેમમાં પડી હતી કરીના

સૈફ અલી ખાન અને કરીના કપૂર

સૈફ અલી ખાન અને કરીના કપૂર


કરીના કપૂર ખાને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ 7’ના સેટ પર જણાવ્યું હતું કે તે કેરળમાં સૈફ અલી ખાનના પ્રેમમાં પડી હતી. કેરળમાં ‘ટશન’ના શૂટિંગ દરમ્યાન તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. કરીના આ શોમાં જજની ખુરશી પર બેઠી છે. તાજેતરમાં જ ‘સાઉથ કે થલાઈવા’ ટીમના અનિલ અને તેજસે ‘સુલતાન’ના ગીત પર પર્ફોર્મ કર્યું હતું. આ ગીત તેનું પણ ફેવરિટ છે એવું જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘સુલતાન’નું આ ગીત મારું પણ ફેવરિટ છે. સલમાનભાઈ જો આ પર્ફોર્મન્સ જોશે તો તેમને પણ આ ગમશે.’

આ પણ વાંચો : ચેન્નઈમાં પાણીની તંગી માટે ચિંતા વ્યક્ત કરી લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ



આ બન્ને સ્પર્ધકો કેરળના છે. કેરળ પ્રતિના પોતાના પ્રેમ વિશે કરીનાએ કહ્યું હતું કે ‘મને કેરળનું ફૂડ ખૂબ પસંદ છે. મારી બે ફિલ્મોનું શૂટિંગ ત્યાં કરવામાં આવ્યું હતું. એમાંની એક હતી ‘ટશન’. તમને એ વાતની જાણ નહીં હોય કે સૈફ સાથે મને કેરળમાં પ્રેમ થયો હતો. કેરળ એક રોમૅન્ટિક અને સુંદર જગ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2019 11:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK