બચ્ચન પરિવારને ફિલ્મફેર અવૉર્ડમાં મળેલી સફળતા બદલ અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયામાં રાજીપો વ્યક્ત કર્યો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શનિવારે અમદાવાદમાં યોજાયેલો ૭૦મો ફિલ્મફેર અવૉર્ડ બચ્ચન પરિવાર માટે ખાસ સાબિત રહ્યો. આ ફંક્શનમાં અભિષેક બચ્ચનને ‘આઇ વૉન્ટ ટુ ટૉક’ માટે બૅસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો, જ્યારે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને સિને આઇકન સન્માનથી નવાજવામાં આવ્યાં. પરિવારને મળેલી આ સફળતાનો આનંદ અમિતાભે પોતાના સોશ્યલ મીડિયા પર વ્યક્ત કર્યો. અમિતાભે સોશ્યલ મીડિયામાં ફિલ્મફેર ટ્રોફીની ત્રણ તસવીરો શૅર કરી અને કૅપ્શન લખી, ‘એક જ પરિવારના ત્રણ સભ્યો, એક જ વ્યવસાયમાં અને એક જ દિવસે ત્રણ અવૉર્ડ. ૭૦મા ફિલ્મફેર અવૉર્ડમાં અભિષેક, જયા અને મને સન્માન મળ્યું. આ અમારું સૌભાગ્ય છે. અમે બધા દર્શકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ.’


