Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રોહિત શેટ્ટી સાથે કામ કરવું એ દરેક ઍક્ટરના વિશ લિસ્ટમાં હોય છે : જૅકલિન ફર્નાન્ડિસ

રોહિત શેટ્ટી સાથે કામ કરવું એ દરેક ઍક્ટરના વિશ લિસ્ટમાં હોય છે : જૅકલિન ફર્નાન્ડિસ

22 December, 2022 04:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘સર્કસ’ લાઇફ ચેન્જિંગ ફિલ્મ નથી, ટાઇમપાસ ફિલ્મ છે : રોહિત શેટ્ટી

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસ


જૅકલિન ફર્નાન્ડિસનું કહેવું છે કે રોહિત શેટ્ટી સાથે કામ કરવું એ દરેક ઍક્ટરના લિસ્ટમાં હોય છે. તેની ‘સર્કસ’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ, પૂજા હેગડે અને વરુણ શર્મા જેવા ઘણા ઍક્ટર્સ કામ કરી રહ્યા છે. જૅકલિને પહેલી વાર રોહિત શેટ્ટી સાથે કામ કર્યું છે. આ વિશે જૅકલિને કહ્યું કે ‘મને લાગે છે કે દરેક ઍક્ટર જેણે પહેલી વાર રોહિત શેટ્ટી સાથે કામ કર્યું હશે ત્યારે તેને સપનું પૂરું થવા જેવી ફીલિંગ્સ આવશે એવું કહી શકે છે. મને લાગે છે કે રોહિત શેટ્ટી સાથે કામ કરવું દરેક ઍક્ટરના વિશ લિસ્ટમાં હશે. એ સત્ય છે અને એવું નથી કે ફક્ત તેમની ફિલ્મો લાર્જર ધૅન લાઇફ હોય છે, તેમનું શૂટિંગ પણ લાર્જર ધૅન લાઇફ હોય છે. દરેક વ્યક્તિ એક ફૅમિલી બની જાય છે અને તે દરેકને ખૂબ જ સુંદર રીતે સ્ક્રીન પર લઈને આવે છે. અમને ખૂબ જ મજા આવી હતી.’

ડિરેક્ટર રોહિત શેટ્ટીનું કહેવું છે કે ‘સર્કસ’ને તમે તમારા ફ્રેન્ડ્સ સાથે ફરી-ફરીને જોવા જશો. રણવીર સિંહ, પૂજા હેગડે અને જૅકલિન ફર્નાન્ડિસ સાથે આ ફિલ્મમાં અનેક કૉમેડિયન્સ જોવા મળશે. આ ફિલ્મ ૨૩ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. રોહિતનું કહેવું છે કે આ ફિલ્મ લોકોને ખુશી આપશે. તેનું એમ પણ માનવું છે કે જેને ‘ગોલમાલ’ અને ‘ઑલ ધ બેસ્ટ’ ગમી છે તેમને આ ફિલ્મ જરૂર પસંદ પડશે. આ ફિલ્મને લઈને રોહિત શેટ્ટીએ કહ્યું કે ‘આ એક સરળ ફિલ્મ છે. તમે ફૅમિલી સાથે જોવા જશો તો તમને મજા પડશે. તમે ફિલ્મ જોઈને બહાર આવશો તો મને પૂરી ખાતરી છે કે તમને એ ફિલ્મ વિશે કોઈ પણ પૂછશે તો તમે એમ જ કહેશો કે ‘મસ્ત હૈ, ટાઇમપાસ હૈ, જાકે દેખ.’ આનાથી વિશેષ હું કાંઈ ન કહી શકું. આવી છે આ ફિલ્મ. હું એમ નહીં કહું કે ફિલ્મ તમારી લાઇફ બદલી જશે. આ ફિલ્મ તમને ખુશી આપશે. તમારા ફ્રેન્ડ્સ સાથે તમને આ ફિલ્મ વારંવાર જોવી ગમશે. તમે એમ કહેશો કે મારે આ સીન ફરીથી જોવો છે. એ ‘ગોલમાલ’ અને ‘ઑલ ધ બેસ્ટ’ જેવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2022 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK