Hrithikના જન્મદિવસે મા પિંકી રોશને શૅર કરી તેની બ્રેન સર્જરીની તસવીરો..
હ્રિતિક રોશન ફક્ત પડદા પર જ નહીં પણ રિયલ લાઇફમાં પણ હીરો છે. અંગત જીવનમાં કેટલાય પ્રકારના પડકારોની સામે લડીને તેમની સામે સિલ્વર સ્ક્રીન પર પોતાની ઓળખ બનાવી છે. 10 જાન્યુઆરીના હ્રિતિક પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે તેની માતા પિંકી રોશને હ્રિતિકની કેટલીક એવી તસવીરો શૅર કરી છે, જે તેના સંઘર્ષના ઉદાહરણ છે. આ તસવીરો જોઇને તમે પણ તેની હિંમતની દાદ આપશો.
આ તસવીરો તેની બ્રેન સર્જરી દરમિયાનની છે, જે કેટલાક વર્ષ પહેલા થઈ હતી. મૉમ પિન્કી રોશને આ તસવીરો શૅર કરી છે, જેમાં હ્રિતિક ઑપરેશન ટેબલ પર લેટીને સ્માઇલ કરી રહ્યો છે. સાથે ઊભેલા ડૉક્ટર વિક્ટ્રીની સાઇન આપી રહ્યા છે. રિકવરી પછીની પણ તેની તસવીરો છે. આ તસવીરોની સાથે પિન્કીએ એક મોટી નોટ પણ લખી છે, જેમાં તેણે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
પિન્કીએ લખ્યું છે કે તે આ તસવીરો ભારે હૈયે શૅર કરી રહી છે. ભારે હૈયે એટલા માટે નહીં કે તેને અફસોસ કે દુઃખ છે, પણ તે એટલા માટે કે આ તસવીરો પ્રેમમાં ડૂબાયેલી છે. પિન્કીએ જણાવ્યું કે જ્યારે ડુગ્ગુ બ્રેન સર્જરી માટે લઈ જતાં હતા હતા તો તે લગભગ બેભાન થવાની હતી. ડૉક્ટરોના હાથમાં તેને જોઇને એવું લાગ્યું કે નિરીહ નવજાત હોય અને તે એવો જ છે પોતાની સુંદર આંખોથી મને જોઇ રહ્યો હતો, જ્યારે તેનો જન્મ થયો હતો. પણ, તેની આંખોમાં કોઇ ડર, ચિંતા કે તણાવ ન હતો. પિન્કી લખે છે કે એક પણ એવો પડકાર નથી, જે ડુગ્ગુએ ફેસ કરી હોય અને તે અસફળ થયો હોય.
A post shared by Pinkie Roshan (@pinkieroshan) onJan 9, 2020 at 10:28am PST
આ તસવીરો પર હ્રિતિકના વૉર પાર્ટનર ટાઇગર શ્રૉફે કમેન્ટ કરી - સૌથી મજબૂત સુપરહીરો અને મારી પ્રેરણા. પિન્કી આંટી શૅર કરવા માટે તમારો આભાર. હ્રિતિકની બ્રેન સર્જરી કેટલાક વર્ષો પહેલા થઈ હતી, જ્યારે બૈંગ બૈંગની શૂટિંગ દરમિયાવ એક સ્ટન્ટ કરતાં તેના માથામાં લાગી ગયું હતું.
હ્રિતિક રોશન 2019ના સૌથી સફળ કલાકારોમાં સામેલ થઈ ચૂક્યો છે. હ્રિતિકની 2019માં બે ફિલ્મો વૉર અને સુપર 30 આવી. વૉરએ બૉક્સ ઑફિસ પર 318 કરોડથી પણ વધારેનું કલેક્શન કર્યું હતું. તો સુપર 30એ 146 કરોડનું કલેક્શન કર્યું છે. બન્ને ફિલ્મો હિટ જાહેર કરવામાં આવી છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK