વર્લ્ડ કપ હાથમાંથી સરી ગયા પછી સવાસો કરોડ જનતાના દિલમાં હતાશાની ટીસ ઊઠી હશે ત્યારે ક્રિકેટપ્રેમીઓને સાચી દિશામાં વિચારતા કરે એવી પોસ્ટ ભાવનગરના યુરોલૉજિસ્ટ અને ‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ ડૉ. નિમિત્ત ઓઝાએ ફેસબુક પર શૅર કરી હતી.

હાર બાદ હતાશ થયેલી ભારતીય ટીમની ફાઇલ તસવીર
It’s Ok’. બસ એટલું જ પૂરતું છે. ‘ઓવર-કૉન્ફિડન્સમાં હતા’, ‘ધીમું રમ્યા’, ‘બૉડી-લૅન્ગ્વેજ નેગેટિવ હતી’, ‘ફલાણાને કારણે જ હાર્યા’ એવું કહેનારાઓનો રાફડો ફાટ્યો હશે. પૉઇન્ટ્સ ટેબલમાં અત્યાર સુધી ટૉપ પર રહેલી અને ફાઇનલ સુધી અપરાજિત રહેલી ટીમ પર જો ગર્વ કરતા આવ્યા હોઈએ તો એ જ ટીમના એક ખરાબ દિવસને કારણે તેમના પર ટીકા કરવા માંડવી એ એક ‘ક્રિકેટ ફૅન’ તરીકે આપણી inconsistency છે.
મારી દીકરીને હું એ જ સમજાવતો હતો કે જ્યાં અપેક્ષાઓ હશે ત્યાં નિરાશાઓ પણ રહેવાની. This is just a game, પણ રમત સિવાય પણ નિરાશા, નિષ્ફળતા અને હાર્ટ-બ્રેકને ‘it’s okay’ કહેતા રહેવું પડશે.
ADVERTISEMENT
ઇન્ડિયન ટીમના હોઈએ કે કોઈ વ્યક્તિના, ચાહક હોવાનો અર્થ જ એ છે કે તેમને બિનશરતી ચાહતા રહેવું. પ્રેમ કરનારા માટે હાર્ટ-બ્રેક ક્યાં નવું છે? દિલ તૂટવાની તૈયારી સાથે જેઓ કોઈને ચાહી શકે છે તેઓ જ પોતાની જાતને આશિક કહી શકે છે. કરોડો લોકોમાંથી પસંદ કરેલા શ્રેષ્ઠ ૧૧ પ્લેયર પોતાનું સર્વશ્રેષ્ઠ આપીને પાછા ફરશે એનો આપણને ગર્વ હોવો જોઈએ. જે ગેમ સાથે બાળપણથી ઇમોશનલી જોડાયેલા હોઈએ એમાં પરાજય મળે તો છાતીમાં દુખાવો થાય એ Obvious છે. આપણી જેમ એ ૧૧માંથી પણ ડ્રેસિંગરૂમમાં જઈને અમુક તો રડ્યા જ હશે. આ આપણો સહિયારો અફસોસ છે. Collective heart break છે.
જે ઇચ્છ્યું હોય એ ન મળે ત્યારનું આપણું વર્તન આપણું કૅરૅક્ટર નક્કી કરતું હોય છે. ફાઇનલ સુધી પહોંચીને ટૂંકા પડ્યાનો અફસોસ આપણને જિંદગીભર રહેશે, પણ એ અફસોસ માટે કોઈને જવાબદાર માનવા માંડીએ તો એ વાત ફરી એક વાર સાબિત કરી આપશે કે આપણે કોઈ પણ જાતનાં બહાનાં કે આરોપો વગર હાર સ્વીકારી નથી શકતા.
લગ્ન પછી બાળક ન થાય તો પત્નીને છૂટાછેડા આપીને બીજાં લગ્ન કરી લેવાની માનસિકતા વચ્ચે કોઈ એક વ્યક્તિ કે ટીમને ‘ગમે તે સંજોગોમાં’ સાતત્યપૂર્વક ચાહતા રહેવાની અપેક્ષા થોડી વધુ પડતી છે એ હું જાણું છું, પણ આ હાર પણ સેલિબ્રેટ કરવી જોઈએ. હારનાં કારણોનું પોસ્ટમૉર્ટમ કર્યા વગર તેમના પ્રયત્નો અનેતેમની નિયતને ઉદારતાથી વધાવી લઈએ તો આપણે સાચા ભારતીય. બાકી, નિષ્ફળ ગયેલી વહુ, વિદ્યાર્થી કે ટીમને ‘ટોન્ટ’ મારવાનું કામ આપણી અપરિપક્વતા છતી કરે છે.
રડી લઈશું થોડું એકાંતમાં. વ્યક્તિગત જીવનમાં સૌને અલગ-અલગ રીતે (નિષ્ફળતા) તો મળતી જ હોય છે, આ સહિયારી નિષ્ફળતા સૌ સાથે મળીને વહેંચી લઈશું. કોઈ બ્લૅમ-ગેમ નહીં, કોઈ ‘ટ્રોલિંગ’ નહીં. જેટલી ખેલદિલીથી એ લોકો રમ્યા છે એટલી જ ખેલદિલીથી તેમની હારને સ્વીકારી લઈએ તો સાચા સપોર્ટર.
ભૂરી જર્સી પહેરીને ‘બ્લીડ બ્લ્યુ’ના નારા લગાવવાથી કોઈ પણ ક્રિકેટ-ફૅન થઈ શકે છે. ચાહત સાબિત કરવાનો અવસર ત્યારે જ આવે છે જ્યારે ખરેખર ખંજર વાગે અને વહી જતા લોહીનો રંગ ‘બ્લ્યુ’ હોય. પ્રેમ કરનારાઓ ન તો આરોપ કરે છે કે ન તો ટીકા. તેઓ ગમતા લોકોને ગળે મળીને તેમની નિષ્ફળતા માટે એટલું જ કહેતા હોય છે, ‘It’s Ok. We are with you.’

