વાંચો અહીં...

ગુઢી પાડવા યાત્રા ફોટોવૉક
ગુઢી પાડવા યાત્રા ફોટોવૉક
ફોટોવૉક મુંબઈ દ્વારા છેલ્લાં ૨૧ વર્ષથી ગુઢી પાડવા નિમિત્તે દક્ષિણ મુંબઈની પગપાળા યાત્રા યોજાય છે જેમાં ફોટોગ્રાફ્સ લેવાની અનોખી તક ઊભી થાય છે. આ યાત્રા ધાર્મિક નથી, પરંતુ એની પવિત્રતા જળવાવી જરૂરી છે. ગિરગામના ફડકે શ્રીગણેશ મંદિરથી શરૂ થયેલી યાત્રા નિત્યાનંદ ચોક, ગિરગામ નાકા થઈને ઠાકુરદ્વાર નાકા પર શ્રી ગૌર ગોપાલદાસજી પાસે પહોંચશે. છેક છેલ્લે મરીન લાઇન્સની પારસી અગિયારી પાસે સિદ્ધિવિનાયકનાં દર્શન કરીને યાત્રા વિરામ પામશે.
ક્યારે?: ૨૧ માર્ચ
સમય : સવારે ૭થી ૧
ક્યાં?: ફડકે શ્રીગણેશ મંદિર, ગિરગામ
કિંમત : ફ્રી
ફાગ ફાડ પેઇન્ટિંગ
ફાડ કળા એ રાજસ્થાનની ખાસિયત છે જેમાં સ્ક્રૉલ પેઇન્ટિંગ કરવામાં આવે છે. આ પ્રકારનું પેઇન્ટિંગ ટ્રેડિશનલી લાંબા કાપડ કે કૅન્વસ પર કરવામાં આવે છે. આ પેઇન્ટિંગમાં મોટા ભાગે પ્રભુજી અથવા તો દેવનારાયણનું જ ચિત્રણ કરવામાં આવે છે. આ ચિત્રો પંદરથી ત્રીસ ફુટ લાંબા કાપડ પર તૈયાર કરવામાં આવે છે. જેમને થોડો ચિત્રકળાનો અનુભવ હોય અને આ ક્ષેત્રમાં ઊંડું ખેડાણ કરવા માગતા હોય તેમને માટે ફૉક આર્ટ વતી અનુભવી અને રેકૉર્ડહોલ્ડર આર્ટિસ્ટ અભિષેક જોશી શીખવશે.
ક્યારે?: ૨૭થી ૩૧ માર્ચ અને ૩થી ૧૯ એપ્રિલ
સમય : રાતે ૮.૩૦થી ૧૦.૦૦
કિંમત : ૯૩૦૦ રૂપિયા
ક્યાં?: ઑનલાઇ ઝૂમ પર
રજિસ્ટ્રેશન : thefolkworkshop.com
અમર, અકબર અને અકૂરી
આ ગુજરાતી નાટક પારસીઓ માટે બહુ ખાસ છે. એમાં ત્રણ દોસ્તોની વાત છે. ગુજરાતી, વોહરા મુસ્લિમ અને પારસી દોસ્તો એક જ ઘરમાં પેઇંગગેસ્ટ તરીકે રહેતા હોય છે અને મકાનમાલિકણ પણ પારસી વિડો મહિલા મિસિસ પિન્ટો હોય છે. ત્રણમાંથી કોઈ પેઇંગગેસ્ટ તરીકે ભાડું આપવા તૈયાર ન હોવાથી પારસી બહેન ત્રણેય પાસે ઘરનું કામ કરાવે છે. પારસી બિલ્ડિંગમાં નૉન-પારસીને રહેવાનું અલાઉડ ન
હોવાથી બધા જ ભાડૂતો પોતાને
પારસી ગણાવે છે અને પછી જે ગરબડ-ગોટાળા થાય છે એની રમૂજી વાત આ ડ્રામામાં છે.
ક્યારે?: ૨૧ માર્ચ
સમય : સાંજે ૭ વાગ્યાથી
ક્યાં?: તાતા થિયેટર, એનસીપીએ
કિંમત : ૪૫૦થી ૨૦૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : ncpamumbai.com
લાફિંગ ડેડ ફેસ્ટિવલ
નામ પરથી જ સમજાય છે કે હસતાં-હસતાં બેવડ વળી
જવાય એવો આ કૉમેડી શો હશે, જેમાં અબિશ મૅથ્યુ, આશુ મોર, કુશા કપિલા, મલ્લિકા દુઆ,
રોહન જોશી, સાક્ષી શિવદાસાણી અને સૃષ્ટિ દીક્ષિત જેવા હાસ્યકલાકારો વચ્ચે જબરદસ્ત કૉમિક ડિબેટ તમને જોવા મળશે. જેમાં પ્રેમ, સંબંધો અને રોજબરોજના જીવનની ગંભીર બાબતોને હળવી અને હટકે શૈલીમાં અનુભવવા મળશે.
ક્યારે?: ૧૯ માર્ચ
સમય : ૪.૩૦ બપોરે
ક્યાં?: મેહબૂબ સ્ટુડિયો, બાંદરા
કિંમત : ૧૦૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશન : bookmyshow
આલ્કોહૉલ પેઇન્ટ વૉલ-ક્લૉક
વિધિ સંઘરાજકાની ઇમ્પ્રેશન આર્ટ દ્વારા એક એવી વર્કશૉપ યોજાઈ છે જેમાંથી શીખીને તમે ઘરની દીવાલો પરની ઘડિયાળને યુનિક અને બીજા કોઈને ત્યાં ન હોય એવી બનાવી શકશો. આલ્કોહૉલ પેઇન્ટિંગ ઉપરાંત જે-તે પીસમાંથી કઈ રીતે ક્લૉક તૈયાર થઈ શકે એની બેસિક ચીજો પણ અહીં શીખવવામાં આવશે.
ક્યારે?: ૧૯ માર્ચ
સમય : ૪થી ૬
ક્યાં?: રૂડ લાઉન્જ, પવઈ
કિંમત : ૧૬૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશન : impressionart.com
હાઇડ્રેન્જિયા નાઇફ પેઇન્ટિંગ
બૉમ્બે ડ્રૉઇંગ રૂમ દ્વારા પૅલેટ નાઇફ પેઇન્ટિંગ વર્કશૉપ થઈ રહી છે જેમાં વસંતમાં પુરબહારમાં ખીલતા હાઇડ્રેન્જિયા ફ્લાવર્સનું ચિત્ર તાદૃશ કરતાં શીખવવામાં આવશે. દસ બાય બાર ઇંચના કૅન્વસ પર ઍક્રિલિક પેઇન્ટથી નાઇફ દ્વારા આ આકૃતિ કઈ રીતે થાય એનો અનુભવ આ વર્કશૉપમાં મળશે.
ક્યારે?: ૧૯ માર્ચ
સમય : સાંજે ૪થી ૭
ક્યાં?: બ્રુડૉગ, બાંદરા
કિંમત : ૧૮૦૦ રૂપિયા (મટીરિયલ અને રિફ્રેશમેન્ટ સાથે)
રજિસ્ટ્રેશન : bookmyshow