તારા સુતરિયા અને અહાન પાંડેની વાઇરલ તસવીરથી બન્ને એક સમયે ડેટિંગ કરતાં હોવાની ચર્ચા
વાઈરલ તસવીર
તારા સુતરિયા અને વીર પહારિયાની રિલેશનશિપ અત્યારે ચર્ચામાં છે. બન્નેમાંથી કોઈએ આ વાતનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો, પણ હાલમાં બન્ને ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં ત્યારે તેમની કેમિસ્ટ્રી ઊડીને આંખે વળગતી હતી. જોકે હવે આ પરિસ્થિતિમાં નવો રસપ્રદ વળાંક આવ્યો છે. હાલમાં સોશ્યલ મીડિયામાં તારા અને ‘સૈયારા’ સ્ટાર અહાન પાંડેની એક જૂની રોમૅન્ટિક તસવીર વાઇરલ થઈ છે જેમાં અહાન એક ઘૂંટણે બેસીને તારાનો હાથ પકડેલો જોવા મળે છે. આ તસવીર વાઇરલ થતાં જ એવી ચર્ચા શરૂ થઈ છે કે તારા અને અહાને બૉલીવુડમાં કરીઅરની શરૂઆત કરી એ પહેલાં ટીનેજમાં તેઓ એકબીજાને ડેટ કરી ચૂક્યાં છે. જોકે આ તસવીર વાઇરલ થયા પછી અહાન કે તારાએ આ સંબંધ અંગે કોઈ ખુલાસો કર્યો નથી કે ન તો જાહેરમાં એની પુષ્ટિ કરી છે.


