Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કમાણી માટેનો શૉર્ટકટ કેમ લોભામણો હોય છે?

કમાણી માટેનો શૉર્ટકટ કેમ લોભામણો હોય છે?

05 May, 2023 05:50 PM IST | Mumbai
Bhavini Lodaya

અફિલીએટ માર્કેટિંગમાં કોઈ પણ થર્ડ વ્યક્તિની પ્રોડક્ટ તમારે સેલ કરવાની અને એ પ્રોડક્ટ વેચાય તો તમને એના પૈસા મળે, જેમ કે કોઈ પણ કંપની પોતાની પ્રોડક્ટ સેલ કરવા તમને આપે છે અને એ પ્રોડક્ટ જો વેચાય તો એના પર અમુક ટકા કમિશન મળે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બિન્દાસ બોલ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સોશ્યલ મીડિયા પર ઘરે બેસીને કમાવી શકો એવી લોભામણી ઍડ્વર્ટાઇઝમેન્ટ ભરપૂર આવ્યાં કરે છે, જે આપણે રોજ જોતાં હોઈએ છીએ, જેમાં લખ્યું હોય કે ઘરે બેસીને ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ કમાઓ. એટલું જ નહીં, જો એ કોર્સ વિશે કોઈને રિફર કરશો તો એમાં તમને પણ કમિશન મળશે. અફિલીએટ માર્કેટિંગમાં કોઈ પણ થર્ડ વ્યક્તિની પ્રોડક્ટ તમારે સેલ કરવાની અને એ પ્રોડક્ટ વેચાય તો તમને એના પૈસા મળે, જેમ કે કોઈ પણ કંપની પોતાની પ્રોડક્ટ સેલ કરવા તમને આપે છે અને એ પ્રોડક્ટ જો વેચાય તો એના પર અમુક ટકા કમિશન મળે. તમારું કામ માત્ર પ્રોડક્ટને સેલ કરવાનું હોય છે. કોઈ વ્યક્તિ જો ખરીદી કરે તો એની ડિલિવરી, સર્વિસ જેવી બધી જિમ્મેદારી એ કંપનીની હોય, પણ શું આ ખરેખર પૉસિબલ છે?

આવી ઍડ જોઈને આપણે જલદી અને વધુ પૈસા કામવાની લાલચમાં તેમણે આપેલા નંબર પર કૉલ કરીએ ત્યારે આપણને એવું જાણવા મળે કે તમારે એના માટે કોર્સ કરવો પડશે, એની દસથી પંદર હજાર ફી ભરવી પડશે. આવા કોર્સ કર્યા બાદ પણ કોઈ ગૅરન્ટી નથી હોતી કે તમને કોઈ ફિક્સ અમાઉન્ટ મળશે. ખાસ કરીને યુવાનો આ પ્રકારની લાલચમાં ફસાઈ જાય છે અને તેમનો કીમતી સમય બરબાદ કરે છે, એનું કારણ હોય છે શૉર્ટકટથી પરિણામ મેળવવાની લાય.



એ તો હવે બધા જ જાણે છે કે ઑનલાઇન સોશ્યલ મીડિયા પર બતાડવામાં આવતી ઍડ્વર્ટાઇઝમેન્ટમાંથી મોટા ભાગની ઍડ બોગસ હોય છે કાં પછી એમાં જે પ્રોડક્ટ કે દાવા થયા હોય છે એ સાચા નથી હોતા, જેની સાથે આપણે આપણી બધી ડીટેલ્સ શૅર કરી દેતાં હોઈએ છીએ. ઑનલાઇન ફ્રૉડના કેસ વધી રહ્યા છે એનું કારણ આવા પ્રકારની બોગસ ઍડ્વર્ટાઇઝમેન્ટ છે. માટે ખરેખર તમે આવા પ્રકારના ફ્રૉડથી બચવા તમારી આસપાસ, ઓળખીતા તેમ જ તમે તમારા નૉલેજના આધાર પર જાતે ચકાસીને કામ કરવાનું શરૂ કરો.  


પૈસા કમાવવા માટે શૉર્ટકટ હોતા નથી. એ વાત સાચી છે એવું જ્યારે આપણી સામે શૉર્ટકટની લાલચ આવે છે ત્યારે સમજાતી નથી હોતી. આવા શૉર્ટકટ્સ વાપરવા કરતાં ઇમાનદારીથી કામ કરી જાતમહેનતથી પૈસા કમાવવામાં વધારે મજા છે. એનું કારણ એ છે કે મહેનતની કમાણી કરવામાં કોઈને ફસાવવાનું ગિલ્ટ કે આપણા પૈસા અટકી ગયાનો કોઈ ડર નથી રહેતો.

શબ્દાંકન : ભાવિની લોડાયા


(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2023 05:50 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK