મુંબઈમાં એક નહીં, અગિયાર ફોર્ટ કહેતાં કોટ હતા. જુદા-જુદા વખતે બંધાયેલા : વરળી, માહિમ, બાંદરા, ધારાવી, રીવા (ધારાવી), શિવ (સાયન), શિવડી, માઝગાવ, ડોંગરી, ફોર્ટ સેન્ટ જ્યૉર્જ અને બૉમ્બે ફોર્ટ.
બૉમ્બે કાસલનો દરવાજો
શુકજી કહે : સાંભળ ભૂપતિ! સુદામે દીઠી મુંબાપુરી; કનકકોટ ઝળકારા કરે, માણેક-રત્ન જડ્યાં કાંગરે દુર્ગે ધજા ઘણી ફડફડે, દુંદુભિનાદ દ્વારે ગડગડે; સુદર્શન કર લશ્કરને સોહે, ગંભીર નાદ સાગરના હોયે કલ્લોલ સાગર-સંગમ થાય, ચતુર્વર્ણ ત્યાં આવી ન્હાય; પરમ ગતિ પ્રાણી પામે ઘણા, નથી મુંબાપુરીમાં મણા




